• Home
  • News
  • એક વર્ષમાં પેટ્રોલના ભાવ ~28 વધ્યા:ત્રણ મહિનામાં ઓઈલ કંપનીઓને 11,966 કરોડનો નફો, જે પ્રિ-કોવિડથી 6 ગણો વધુ
post

પેટ્રોલ-ડીઝલ ફરી 35-35 પૈસા મોંઘાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-02 10:45:12

પેટ્રોલ-ડીઝલના ભાવ સોમવારે ફરી 35-35 પૈસા પ્રતિ લિટર વધી ગયા. ગત એક મહિનામાં પેટ્રોલના ભાવ 7.45 રૂપિયા પ્રતિ લિટર વધી ગયા છે. 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધી કંપનીઓ 26 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી ચૂકી છે.

હવે દિલ્હીમાં પેટ્રોલ 109.34 રૂ./લિ. પર પહોંચી ગયો છે. જોકે રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ 121.52 રૂ./લિ. અને ડીઝલ 112.44 રૂ./લિ. વેચાઈ રહ્યું છે. 1 વર્ષમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં લિટરે 28 રૂપિયાનો વધારો કરી ચૂકી છે.

રાજ્યો પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈઝ+એક્સાઈઝ ડ્યૂટી પર ટેક્સ લગાવે છે, રાહત કોઈ આપવા માગતું નથી

·         IOCL તથા BPCLના સપ્ટેમ્બર ત્રિમાસિકનાં પરિણામ પ્રમાણે તેમનો ટેક્સ પહેલાંનો નફો પ્રિ-કોવિડથી પણ 6 ગણો વધુ છે. આ મુદતમાં કંપનીઓ દ્વારા કેન્દ્રને ચૂકવાયેલી એક્સાઈઝ ડ્યટી બમણી થઈ ગઈ છે.

·         રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર જે ટેક્સ લગાવે છે તે પેટ્રોલની બેઝ પ્રાઈઝ પ્લસ એક્સાઈઝ ડ્યૂટી પર લાગે છે. એક્સાઈઝ ડ્યૂટી બમણી થતાં રાજ્યનો ટેક્સ પણ બમણો થયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post