• Home
  • News
  • આ 10 કારણોસર PFI પર પ્રતિબંધ મૂકાયો, ગૃહ મંત્રાલયે આપી જાણકારી
post

ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત રાજ્ય સરકારોએ પીએફઆઈને પ્રતિબંધિત કરવાની ભલામણ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:40:02

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના 8 સહયોગી સંગઠનો પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેમના સહયોગી કે મોર્ચા ગંભીર અપરાધોમાં સામેલ છે જેમાં આતંકવાદ અને આના ધિરાણ, લક્ષ્યાંકિત ભયાનક હત્યાઓ, દેશના બંધારણીય માળખાની અવગણના, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવી વગેરે સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના સહયોગી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેમના ગુનાને પણ એક-એક કરીને ગણાવ્યા છે. આ છે તે 10 મહત્વપૂર્ણ કારણ જેના કારણે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

1. ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગ વિશેષને કટ્ટર બનાવીને લોકતંત્રના ખ્યાલને નબળો કરવાની દિશામાં કાર્ય કરવુ અને દેશના બંધારણીય સત્તા અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર પ્રદર્શિત કરવુ.

2. દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા વિરુદ્ધ માહોલ તૈયાર કરવો. આનાથી દેશની શાંતિ અને સાંપ્રદાયિત સદ્ભાવનો માહોલ ખરાબ થવાની આશંકા છે.

3. સંગઠનના પ્રવૃત્તિઓથી દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન મળવાની આશંકા.

4. પીએફઆઈના સંસ્થાપક સદસ્ય સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) ના નેતા રહ્યા છે અને પીએફઆઈનો સંબંધ બાંગ્લાદેશના જમાત-ઉલ-મુજાહિદ્દીન (JMB) સાથે પણ રહ્યો છે. આ બંને સંગઠન પ્રતિબંધિત છે.

5. ગુપ્ત રીતે દેશમાં અસુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપીને એક સમુદાયના કટ્ટરપંથને પ્રોત્સાહન આપવા માટે કામ કરવુ. આનાથી ભયનો માહોલ સર્જાવાની શક્યતા છે.

6. બેન્કિંગ ચેનલ, હવાલા અને દાન જેવા વિદેશી સ્ત્રોતો પાસેથી રૂપિયા મેળવવા અને તેનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો. આના કારણે PFI દેશની આંતરિક સુરક્ષા માટે મોટુ જોખમ બની ગયો છે.

7. પીએફઆઈ અને તેના સદસ્યોનુ વારંવાર હિંસક અને વિનાશક કાર્યોમાં સામેલ રહેવુ. જેમાં એક કોલેજ પ્રોફેસરના હાથ કાપવા, અન્ય ધર્મોનુ પાલન કરનારા સંગઠનો સાથે જોડાયેલા લોકોની હત્યા કરવાનુ સામેલ છે.

8. દેશના પ્રમુખ લોકો અને સ્થાનોને નિશાન બનાવવા માટે વિસ્ફોટક પ્રાપ્ત કરવુ, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવુ.

9. વૈશ્વિક આતંકવાદી જૂથની સાથે આંતરરાષ્ટ્રીય સંપર્ક રાખવાના ઉદાહરણ જેવા આના અમુક સભ્ય આઈએસઆઈએસમાં સામેલ થયા છે અને સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકી પ્રવૃતિઓમાં ભાગ લીધો છે. જેમાંથી અમુક સભ્ય આ સંઘર્ષ વિસ્તારોમાં માર્યા ગયા અને અમુકને રાજ્ય પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓએ ધરપકડ કરી લીધી છે.

10. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત રાજ્ય સરકારોએ પીએફઆઈને પ્રતિબંધિત કરવાની ભલામણ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post