• Home
  • News
  • ક્યૂબેકમાં પ્લેનમાં મિકેનિકલ ખામી સર્જાતા વ્યસ્ત હાઈવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું
post

હાઈવે પર પ્લેન ચાલતું જોઈને કારચાલકો થોડા પણ ગભરાયા નહોતા અને કાર રોક્યા વગર પ્લેન જોઇને આગળ નીકળી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 09:58:55

ક્યૂબેક: શું તમે ક્યારેય વ્યસ્ત રસ્તા પર કારની સાથે પ્લેન ચાલતું હોય તેવું જોયું છે ? પ્રથમવાર તો આ વાત માનવામાં ન આવે તેવી છે પણ કેનેડામાં આવો એક નજરો ક્યૂબેક હાઈવે પર જોવા મળ્યો છે. જેનો વીડિયો પણ વાઈરલ થયો છે. મિકેનિકલ ખામીને કારણે ઇમર્જન્સીને લીધે લાઈટ એરક્રાફ્ટને વ્યસ્ત હાઈબે પર લેન્ડિંગ કરવું પડ્યું હતું, પણ સારી વાત છે કે, આ પ્લેન રસ્તા પર ચાલતું હોવા છતાં એક પણ કાર સાથે અથડાયું નહોતું. 

ક્યૂબેકમાં થયેલી આ ઘટનાને એક કાર ચાલકે આખે જોઈ હતી અને પોતાની કારમાંથી વીડિયો ઉતારીને ટ્વિટર પર શેર કર્યો હતો. 1:07 સેકન્ડના વીડિયોને અત્યાર સુધી 18 લાખ લોકોએ જોયો છે. વીડિયોમાં પ્લેન કેવી રીતે વ્યસ્ત રોડમાં સાઈડમાં જાય છે તે જોઈ શકાય છે. આ નજરો ક્યૂબેકના હાઈવે 40નો છે.
 
હાઈવે પર પ્લેન ચાલતું જોઈને કારચાલકો થોડા પણ ગભરાયા નહોતા અને કાર રોક્યા વગર પ્લેન જોઇને આગળ નીકળી ગયા.

adv

Related News

post
post
post
post
post
post
post