• Home
  • News
  • અલાસ્કામાં બે પ્લેન અથડાયા, રિપબ્લિકન એસેમ્બલી સભ્ય સહિત સાત લોકોના મોત
post

આ દુર્ઘટના અલાસ્કાના સોલડોન્ટા શહેરના બહારના વિસ્તારમાં બની

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:37:39

અલાસ્કા: અમેરિકામાં એક હવાઈ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. ઘટના અલાસ્કાના સોલડોન્ટા શહેરથી અમુક કિલોમીટર દૂર થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બે નાના વિમાન હવામાં અથડાયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક સ્ટેટ એસેમ્બલી સભ્ય ગૈરી નોપ પણ સામેલ છે.

સિંગલ એન્જિન વાળા પ્લેન હતા
ન્યૂયોર્ક ટાઈમ્સે સ્થાનીક અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે- બંને એરક્રાફ્ટ સિંગલ એન્જિન વાળા હતા. તેમાંથી એક હેવીલેન્ડેડ ડીએસસી-2 બીવર અને બીજું પાઈપર-પી 12 હતું. બંને વિમાનોએ સોલડોન્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. એંકોરેડ શહેરથી નજીર 150 માઈલ દૂર હવામાં તે એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટના કેવી રીતે થઈ તે વિશે તપાસ ચાલી રહી છે.

કોની ભૂલ?
હજી સુધી તે ખુલાસો નથી થયો કે કોની ભૂલના કારણે આ દુર્ઘટના થઈ છે. તેનું કારણ એ છે કે, દુર્ઘટના એરપોર્ટથી ઘણી દૂરની જગ્યાએ થઈ છે. તે વખતે વાતાવરણ પણ એકદમ ચોખ્ખુ હતું. બંને વિમાનની ઉડાન ભરવાના સમયમાં પણ ઘણું અંતર હતું. ઘટના સમયે વિઝિબિલિટી પણ 10 કિમી કરતા વધારે હતી. આ વિસ્તારમાં પાયલટ પણ એક જ ફ્રિકવન્સીનો ઉપયોગ કરતા હોય છે. એ પણ માનવું ખૂબ મુશ્કેલ છે કે, બંને પાયલટની ATC દ્વારા વાતચીત નહીં થઈ હોય. જોકે હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેઓ પ્રાથમિક તપાસ પછી જ કોઈ નિવેદન આપશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post