• Home
  • News
  • પહાડોનું ધોવાણ અટકાવવા કન્ટુર ટ્રેચ પદ્ધતિથી 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
post

સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં વરસાદી પાણી સાથે જમીનની ઉપર આવેલી ચાર ઈંચ જેટલી ફળરૂપ માટી પણ વહી જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 10:11:46

બારડોલી: કુદરતી સૌંદર્યથી ભરપુર તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પહાડો છે. વન વિભાગ દ્વારા પહાડો પર વૃક્ષારોપણ થાય અને તેનું પહાડનું ધોવાણ અટકે સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ વધે એ માટે કન્ટુર ટ્રેચ પદ્ધતિથી બે અલગ અલગ સ્થળો પર 20 હજાર હેક્ટરમાં પદ્ધતિથી પહાડી વિસ્તારોમાં 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં વરસાદી પાણી સાથે જમીનની ઉપર આવેલી ચાર ઈંચ જેટલી ફળરૂપ માટી પણ વહી જાય છે. જેના કારણે જમીનમાં વૃક્ષો જલ્દી ઉગતા નથી. પરંતુ કન્ટુર ટ્રેચ (સમોચ રેખા) પદ્ધતિનો ઉપયોગ કરી પહાડોની ઊંચાઈ પરથી 1 મીટરમાં ખાડા એવી રીતે બનાવાય છે કે પ્રથમ લાઇનના ખાડાઓમાં પાણી ઉભરાઈને બીજી લાઈન ખાડાઓમાં પાણી આવે. જેથી વરસાદનું પાણી સીધુ નીચે વહી જતું નથી. ખાડાઓમાં અટકી અટકીને પાણી નીચે જાય છે જેના કારણે જમીનનું ધોવાણ અટકે છે. 

કવાયત વેરાન પર્વતો હરિયાળા કરવાની

·         20 હજાર હેક્ટરમાં કામગીરી

·         10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર

·         01 મીટર ઉંડા ખાડા ખોદી વાવેતર

 

adv

Related News

post
post
post
post
post
post
post