• Home
  • News
  • ઝારખંડમાં પીએમ મોદીએ કહ્યું- વોટબેન્ક માટે કોંગ્રેસે રામજન્મભૂમિ વિવાદને લટકાવી રાખ્યો હતો
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઝારખંડના પલામુ પહોંચ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 14:22:43

રાંચીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઝારખંડના પલામુ પહોંચ્યા છે. અહીં તેમણે રેલીને સંબોધતા કહ્યું કે, ભાજપે ઝારખંડને નક્સ મુક્ત કરાવ્યું છે. આ ઉપરાંત તેઓ ગુમલામાં પણ એક રેલીને સંબોધશે.

પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ખેડૂત યોજનાઓનો લાભ આપવામાં આવતો નથી. તેમને લાગે છે કે ખેડૂતો સમુદ્ધ થશે તો મોદીનો જય જયકાર થશે. પીએમએ કહ્યું કે, ઝારખંડને લૂંટનારા અને સેવા કરનારા વચ્ચે આ ચૂંટણી છે. મત આપતા પહેલા તેને સમજવું જરૂરી છે કોણ કામ કર્યુ, કયા કારણથી કર્યું. ભાજપે જે વાયદા કર્યા, જે જાહેરાત કરી તેને અમે જમીન પર ઉતારી રહ્યા છીએ. અમારી સરકાર જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવાનું ચાલું રાખશે

પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન રામની જન્મભૂમિ વિવાદને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. જો તેઓ ઈચ્છતા તો તેનું સમાધાન પહેલા જ આવી જતું, પણ તેમણે આવું ન કર્યું. તેમને વોટબેન્કની ચિંતા હતી. કોંગ્રેસના આવા વિચારોના કારણે દેશ અને સમાજને નુકસાન થયું છે. સમાજમાં તિરાડો પડી છે. અમે વાયદો કર્યો હતો કે આનું અમે ટૂંક સમયમાં જ સમાધાન કરીશું અને જુઓ આ રામ મંદિર વિવાદનો નિવેડો આવી ગયો છે.

રાજ્યની 81 વિધાનસભાની બેઠકો પરથી ભાજપે 79 ઉમેદવારો ઉતાર્યા છે. સિલ્લીમાં સુદેશ મહતો અને હુસૈનાબાદમાં અપક્ષને ભાજપે સમર્થન આપ્યું છે. પલામૂ અને ગુમલામાં જનસભાથી મોદી 9 વિધાનસભામાં મતદાતાઓને સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post