લંગરમાં બેઠેલા ભક્તોને પોતાના હાથે ભોજન પીરસ્યું
બિહાર: પીએમ
મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી
હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા. અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે
અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો બતો. PMએ
પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું આ
પછી પીએમ લંગરવાળા વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેમણે ભોજન બનાવ્યું. વડાપ્રધાને
રોટલી પણ વણી હતી. સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું
હતું.
પીએમએ માથા પર પાઘડી
પહેરી હતી. તેઓ લગભગ 20 મિનિટ
સુધી ગુરુદ્વારામાં રહ્યા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર
હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે. વડાપ્રધાન તખ્ત શ્રી
હરમંદિર સાહિબના દરબારમાં પહોંચ્યા હતા. તેમણે દરબાર સાહિબમાં માથું ટેકવ્યું હતું
અને ગુરુના આશીર્વાદ લીધા હતા. આ પહેલા શીખ સમુદાયના લોકોએ દરબાર સાહિબ હોલમાં
વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને અંગ વસ્ત્ર શ્રી
રૂપ સાથે પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.