• Home
  • News
  • PM મોદીએ ઘાટીને આપી 20 હજાર કરોડની ભેટ, જણાવ્યું જમ્મુ-કાશ્મીર માટેનું ફ્યુચર વિઝન
post

100 જનઔષધિ કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી દવા, સસ્તો સર્જિકલ સામાન ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 11:28:43

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 નાબૂદી બાદ વડાપ્રધાને જમ્મુમાં આશરે 20,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાને દિલ્હી-કટરા એક્સપ્રેસ વેની આધારશિલા રાખી. રતલે જલ વિદ્યુત પરિયોજના (850 મેગાવોટ)નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ ક્વાર જલ વિદ્યુત પરિયોજના (540 મેગાવોટ)નો શિલાન્યાસ કર્યો. 

પંચાયત હોય કે પાર્લામેન્ટ, કોઈ કામ નાનું નથી

વડાપ્રધાને દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું કે, પંચાયત હોય કે પાર્લામેન્ટ, કોઈ પણ કામ નાનું નથી. આપણા કામ દ્વારા આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકીશું. જો તમે પંચાયતમાં બેસીને આ સંકલ્પ લેશો કે દેશને આગળ વધારવા માટે કામ કરીશ તો દેશ આગળ વધશે. 

ધરતી માતાને કેમિકલમુક્ત કરવી જ પડશે  

વડાપ્રધાને જણાવ્યું કે, સરકારનો પ્રયત્ન રહેશે કે ગામના વિકાસ સાથે સંકળાયેલા દરેક પ્રોજેક્ટના પ્લાનિંગ અને તેના અમલીકરણમાં પંચાયત સામેલ થાય. તેનાથી રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં પંચાયત મહત્વની કડી બનીને ઉભરશે. ધરતી માતાને કેમિકલ મુક્ત કરવી જ પડશે. આ માટે આપણાં ખેડૂતો અને ગામો પ્રાકૃતિક ખેતી તરફ વધશે તો સમગ્ર માનવતાને લાભ થશે. 

લોકલની શક્તિ ઓળખવી પડશે

ગ્રામ પંચાયતોએ સૌને સાથે રાખીને વધુ એક કામ પણ કરવાનું છે. દેશને કુપોષણ, એનિમિયાથી બચાવવા કેન્દ્રએ જે બીડું ઝડપ્યું છે તેના માટે લોકોને જમીની સ્તરે જાગૃત કરવાના છે. ભારતની લોકશાહીના વિકાસની તાકાત પણ લોકલ ગવર્નન્સ જ છે. તમારા કામનું ક્ષેત્ર ભલે લોકલ હોય પરંતુ તેનો સામૂહિક પ્રભાવ વૈશ્વિક સ્તરે પડશે. આપણે લોકલની આ તાકાતને ઓળખવાની છે. 

નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે

વડાપ્રધાને જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળ એટલે કે, આગામી 25 વર્ષોમાં નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. આઝાદીના 7 દશકા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં માત્ર 17,000 કરોડ રૂપિયાનું જ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ થઈ શક્યું હતું. છેલ્લાં 2 વર્ષમાં આ આંકડો 38,000 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. એક સમયે દિલ્હીથી નીકળેલી સરકારી ફાઈલને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચવામાં 2-3 સપ્તાહ લાગી જતા હતા. મને આનંદ છે કે, આજે 500 કિલો વોટનો સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 સપ્તાહની અંદર અહીં લાગુ થઈ જાય છે અને વીજળી પેદા કરવાનું શરૂ કરી દે છે. 

'જ્યારે હું એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરૂં છું ત્યારે અમારૂં ફોકસ કનેક્ટિવિટી પર હોય છે'

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જ્યારે હું એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરૂં છું ત્યારે અમારૂં ફોકસ કનેક્ટિવિટી પર હોય છે, અંતર ઘટાડવા પર હોય છે. અંતર ભલે દિલનું હોય, ભાષા-વ્યવહારનું હોય કે પછી સંસાધનોનું, તેને દૂર કરવું તે આજે આપણી ખૂબ મોટી પ્રાથમિકતા છે. હું જમ્મુ કાશ્મીરના નવયુવાનોને કહેવા ઈચ્છુ છું કે, તમારા માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાનીએ જે મુશ્કેલીઓ સાથે જીવન વિતાવવું પડ્યું તેવી જિંદગી તમારે કદી નહીં વિતાવવી પડે. હું આ વસ્તું શક્ય કરીને બતાવીશ. 

ઝડપથી લાગુ થઈ રહી છે કેન્દ્ર સરકારની યોજનાઓ

વડાપ્રધાને સભાને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, હવે કેન્દ્ર સરકારની યોજનાઓ અહીં ખૂબ ઝડપથી લાગુ થઈ રહી છે. જેનો સીધો ફાયદો જમ્મુ કાશ્મીરના ગામોને થઈ રહ્યો છે. વીજળીનું કનેક્શન હોય, પાણીનું કનેક્શન હોય કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોયલેટ હોય તેનો સીધો ફાયદો જમ્મુ કાશ્મીરને મળ્યો છે. 

પલ્લી ગામ 'ઉર્જા સ્વરાજ'નું ઉદાહરણ બન્યું

વડાપ્રધાને જણાવ્યું કે, રતલે જલ વિદ્યુત પરિયોજના અને ક્વાર જલ વિદ્યુત પરિયોજના તૈયાર થવા પર જમ્મુ કાશ્મીરને વીજળી તો મળશે જ, ઉપરાંત પ્રદેશને કમાણી પણ થશે. પલ્લી ગામને સોલાર દ્વારા વીજળી મળી રહી છે. પલ્લી ગામ 'ઉર્જા સ્વરાજ'નું ઉદાહરણ બન્યું છે. 

2-3 વર્ષમાં વિકાસના નવા આયામ રચાયા

રોકાણકારો હવે જમ્મુ કાશ્મીરમાં ખુલ્લા મને પૈસા લગાવવા પહોંચી રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, વાત ડેમોક્રસીની હોય કે પછી સંકલ્પ ડેવલપમેન્ટની, જમ્મુ કાશ્મીર આજે નવું ઉદાહરણ નોંધાવી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં વિકાસના નવા આયામ રચાયા છે. વાલ્મિકી સમાજના પગમાં અનેક દશકાઓથી જે બેડી લગાવી દેવામાં આવેલી તેમાંથી તેઓ મુક્ત થયા છે. આજે દરેક સમાજના દીકરા-દીકરીઓ પોતાના સ્વપ્ન પૂરા કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અનેક વર્ષો સુધી જે સાથીઓને અનામતનો લાભ ન મળ્યો તેમને પણ હવે અનામતનો લાભ મળી રહ્યો છે. 

'આગામી 25 વર્ષમાં જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, લોકોએ ભેગા થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. પંચો-સરપંચોએ જણાવ્યું કે, અહીં કોઈ ઢાબા નથી પરંતુ પલ્લી પંચાયતના લોકોએ અહીં સૌને ભોજન કરાવ્યું છે. આ જ તો છે સૌનો પ્રયત્ન, સૌનો સાથ, સૌનો વિકાસ. જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજ દિવસની ઉજવણી એ એક ખૂબ મોટા બદલાવનું પ્રતીક છે. જમ્મુમાંથી કલમ 370ની નાબૂદી બાદ મહિલાઓ, દલિતો અને વાલ્મિકી સમાજના લોકોને તેમના અધિકારો મળ્યા છે. જેમને અનામત નહોતી મળી તેમને હવે અનામત મળી રહી છે. મોદી સરકારે બાબા સાહેબના સપનાઓને પૂરા કર્યા છે. આગામી 25 વર્ષમાં જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. 

સ્વામિત્વ કાર્ડ ગામોમાં નવી સંભાવનાઓ જન્માવશે

વડાપ્રધાને જણાવ્યું કે, આજે અનેક પરિવારોને ગામોમાં તેમના ઘર માટે પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. આ સ્વામિત્વ કાર્ડ ગામોમાં નવી સંભાવનાઓને પ્રેરિત કરશે. 

વધુમાં જણાવ્યું કે, સાંબાની પલ્લી પંચાયત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહી છે. આજે મને પલ્લી ગામમાં દેશના ગામડાઓના જન પ્રતિનિધિઓ સાથે જોડાવા તક મળી છે. આ મોટી ઉપલબ્ધિ અને વિકાસના કામો માટે જમ્મુ કાશ્મીરને ઘણી બધી શુભેચ્છાઓ. આ વખતનો પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવાય તે એક ખૂબ મોટા પરિવર્તનનું પ્રતીક છે. આ ખૂબ જ ગર્વની વાત છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી લોકશાહી પહોંચી છે ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ સાધી રહ્યો છું. 

ડોગરી ખાતે જમ્મુના લોકોનું અભિવાદન

વડાપ્રધાને ડોગરી ખાતે જમ્મુના લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'શૂરવીરેં દી ધરતી જમ્મુ ચ દે મહાન પરાયેં ગી મેરા નમસ્કાર.' તેમણે જણાવ્યું કે, અનેક દશકાઓ બાદ જમ્મુ કાશ્મીરની ધરતી પર દેશના લોકોએ આવી ભારે મોટી ભીડ એકઠી થયેલી જોઈ છે. જમ્મુ કાશ્મીરમાં 20 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ થયો છે જે જમ્મુ કાશ્મીર જેવા પ્રદેશ માટે ખૂબ જ મોટી રાશિ છે. દેશને કાર્બન ન્યુટ્રલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે તે દિશામાં જમ્મુ કાશ્મીરે આજે મોટી પહેલ કરી છે. 

108 જનઔષધિ કેન્દ્ર

પલ્લી રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના નાગરિકોને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી સોગાદો આપી હતી. વડાપ્રધાને પ્રદેશના લોકોને 108 જનઔષધિ કેન્દ્ર સમર્પિત કર્યા હતા. કેન્દ્ર સરકારી હોસ્પિટલ્સ અને ખાનગી કેન્દ્રોમાં આ પ્રકારના જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય દર્દીઓને સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીને તેમને આર્થિક સહાય આપવાનો છે. 

500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ

વડાપ્રધાને પલ્લી ખાતે 500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તે સિવાય વડાપ્રધાને કાજીગુંડ-બનિહાલ ટનલ (8.45 કિમી)નું ઉદ્ઘાટન કર્યું જે 2027 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. જમ્મુ કાશ્મીર ખાતે 108 જનઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post