• Home
  • News
  • PM મોદીએ અશોક ગહલોટના કર્યા વખાણ તો સચિન પાયલોટે ગુલામનબી આઝાદને યાદ કર્યા
post

ગેહલોત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર ગણાતા પાયલોટે કહ્યુ હતુ કે, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 19:02:25

નવી દિલ્હી: મંગળવારે માનગઢમાં યોજાયેલી એક જાહેર સભામા રાજસ્થાનના સીએમ અશોક ગહેલોટની  પીએમ મોદીએ  કરેલી પ્રશંસા બાદ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરુ થયુ છે.

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને અશોક ગહેલોટના કટ્ટર વિરોધી સચિન પાયલોટે નામ લીધા વગર કહ્યુ હતુ કે, એક વખત પીએમ મોદીએ ગુલામનબી આઝાદના વખાણ કર્યા હતા અને એ પછી જે થયુ તે બધાને ખબર છે.આ જ પ્રકારના વાતો પીએમ મોદીએ અશોક ગહેલોત માટે સભામાં કહી હતી.

હિમાલચ પ્રદેશમાં કોંગ્રેસના પ્રચાર માટે આવેલા પાયલોટે કહ્યુ હતુ કે, રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠકમાં સામેલ નહીં થવા બદલ જે નેતાને નોટિસ આપવામાં આવી છે તેના પર હવે પાર્ટી હાઈકમાન્ડ વહેલી તકે નિર્ણય લેશે તેવી આશા છે.

આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણી માટેના પ્રબળ દાવેદાર ગણાતા અશોક ગહેલોતે રાજસ્થાનના CM પદ ન છોડવા માટે કરેલી ચાલાકી અને દિલ્હીથી આવેલા પર્યવેક્ષકોએ બોલાવેલ MLCની મીટિંગમાં ધારાસભ્યો હાજર ન રહેવા પાછળ જે જવાબદાર હશે તેમના વિરૂદ્ધ બે-ત્રણ દિવસમાં એક્શન લેવાના હાઈકમાન્ડના વચનને ફરી જાહેરમાં યાદ કરાવ્યું હતુ. પાયલોટે કહ્યું કે, રાજસ્થાનના ગત મહિનાના મેલોડ્રામા મુદ્દે એક-બે દિવસના વાયદા સામે હવે ખરેખર એક્શનની જરૂર છે.

ગેહલોત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર ગણાતા પાયલોટે કહ્યુ હતુ કે, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે.રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઐતહાસિક ગણાવીને પાયલોટે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય મુકાબલો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post