• Home
  • News
  • પાક.ના નવા વડાપ્રધાનને પીએમ મોદીએ શુભકામના પાઠવી
post

ભારત આખા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. આતંકવાદનો અંત આવે તો બંને દેશો વિકાસમાં ધ્યાન આપી શકે તેમ જ નવા પડકારો ઝીલી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-12 10:43:28

નવી દિલ્લી: પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા તે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વીટરમાં લખ્યું હતુંઃ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છાઓ.

ભારત આખા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. આતંકવાદનો અંત આવે તો બંને દેશો વિકાસમાં ધ્યાન આપી શકે તેમ જ નવા પડકારો ઝીલી શકે. આપણાં લોકોની ભલાઈ અને સમૃદ્ધિ માટે પ્રયાસો કરવા માટે આ બાબત ખૂબ જ જરૃરી છે.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાનપદે પસંદ થયા પછી ભારત સાથે સંબંધો સુધારવાનું નિવેદન આપ્યું હતું. જોકે, શાહબાઝે કાશ્મીરનો રાગ આલાપીને તેનો ઉકેલ લાવવાની વાત પણ કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post