• Home
  • News
  • તમામને મોટિવેટ કરી દે તે બન્ને મેચની વાત જેનો PM મોદીએ ઉલ્લેખ કર્યો
post

મોદી જે મેચની વાત કરી તેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ વોની સદી થકી 445 રન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:24:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત દરમિયાન ક્રિકેટ મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે, "2001માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ હતી. ભારતીય ટીમ કપરી સ્થિતિમાં હતી. લોકો ગુસ્સામાં હતા. જોકે તમને યાદ હશે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે આખો દિવસ બેટિંગ કરી હતી અને મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તેમણે ટીમને શાનદાર રીતે જીત અપાવી હતી. આપણા વિચાર મક્કમ હોય તો કોઈપણ પરિણામ બદલી શકીએ છીએ."

ભારતે ઈડન ગાર્ડન્સમાં ફોલોઓન પછી મેચ જીતી હતી
મોદી જે મેચની વાત કરી તેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ વોની સદી થકી 445 રન કર્યા હતા. જવાબમાં ભારત 171 રનમાં ઓલઆઉટ થતા કાંગારુંએ ફોલોઓન કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં વીવીએસ લક્ષ્મણે 281 અને રાહુલ દ્રવિડે 180 રનની ઇનિંગ્સ રમીને મેચનું રૂપ બદલ્યું હતું. બંનેએ 376 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા અંતિમ દિવસે 383 રનચેઝ કરતા 212 રનમાં ઓલઆઉટ થતા ભારત 171 રને મેચ જીત્યું હતું.

મોદીએ કુંબલેનું પણ ઉદાહરણ આપ્યું
મોદીએ કહ્યું કે, 2002ની મેચમાં કુંબલેને જડબાંમાં બોલ વાગ્યો હતો. બધા વિચારી રહ્યા હતા કે તે બોલિંગ કરી શકશે કે નહીં. જો તે મેદાન પર પાછા આવત તો કોઈ તેની સામે પ્રશ્ન કરત નહીં. પરંતુ તેણે નક્કી કર્યું કે તે રમશે અને પટ્ટી લગાવીને બોલિંગ કરવા આવ્યા હતા. તે સમયે બ્રાયન લારાની વિકેટ લેવી મોટી વાત હતી. કુંબલેએ તેને આઉટ કર્યો હતો. એક વ્યક્તિ હિમ્મતથી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે તે જોવા મળ્યું હતું. એક વ્યક્તિનો સંકલ્પ ઘણાને પ્રેરણા આપે છે.

કુંબલેએ એન્ટિગુઆમાં તૂટેલા જડબા સાથે બોલિંગ કરી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2002માં એન્ટિગુઆ ખાતે ટેસ્ટ ચાલી રહી હતી. ભારતે પ્રથમ દાવમાં 513/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં 629/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી અને મેચ ડ્રો રહી હતી. જોકે અનિલ કુંબલેને જડબામાં બોલ વાગ્યા છતાં તે બોલિંગ કરવા આવ્યો તે મેચની હાઈલાઈટ હતી. કુંબલેએ બ્રાયન લારાને 4 રને એલબીડબ્લ્યુ કર્યો હતો. જોકે તે પછી કાર્લ હૂપર, શિવનારાયણ ચંદ્રપોલ અને આર જેકોબ્સે સદી મારીને મેચ ડ્રો કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post