• Home
  • News
  • પોલીસની પ્રશંસનીય કામગીરી:કોરોના વેક્સિનની ટ્રાયલની કામગીરી જોવા પહોંચેલા PMના વિઝિટ સમયે ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પોલીસે નીકળવાની વ્યવસ્થા કરી
post

PM નરેન્દ્ર મોદીના આવતાં પહેલાં અને જતા સમયે હાઇવેનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 14:56:01

અમદાવાદ નજીક આવેલા ચાંગોદરની ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝિટ કરી હતી. તેમની મુલાકાતના સમયે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એવા સમયે PM પરત જઇ રહ્યા હતા ત્યારે હાઇવેનો વાહન વ્યવહાર બંધ થતાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી, પરંતુ પોલીસે સમય સૂચકતા દાખવીને એમ્બ્યુલન્સ અને કાફલાને ક્યાંય અડચણ ન પડે એ માટેની વ્યવસ્થા કરી હતી.

ઝાયડ્સ મુલાકાતને પગલે ટ્રાફિક બંધ કરાયો હતો
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝિટ દરમિયાન ચાંગોદર ઝાયડ્સના પ્લાન્ટ પર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. PMના આવતાં પહેલાં અને જતા સમયે હાઇવેનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે અન્ય વાહનોની સાથે એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. ત્યારે જિલ્લા પોલીસના અધિકારીઓએ ખાસ સમય સૂચકતા દાખવીને કાફલાને અડચણ ન આવે એ રીતે એમ્બ્યુલન્સને રસ્તા પરથી જવાની વ્યવસ્થા કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post