• Home
  • News
  • ફાર્મમાં દારૂ પાર્ટી:અમદાવાદના નબીરાઓ અડાલજના ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા, મહેફિલમાં 13 યુવકો અને 10 યુવતીઓ હાજર હતી
post

પોલીસે રેડ કરતા યુવકો દારુ પીધેલા મળી આવ્યા, યુવતીઓ દારૂ પીધેલી ન હોવાથી જવા દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:02:02

અમદાવાદને અડીને આવેલા અડાલજના ક્રિષ્ના ફાર્મમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીઓને ઝડપી લીધા હતા. પત્નીની બર્થડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ કરવામાં આવી હતી. પોલીસે રેડ કરતા યુવકો દારુ પીધેલા મળી આવ્યા હતા, જ્યારે યુવતીઓ દારૂ પીધેલી ન હોવાથી તેમને પોલીસે પ્રાથમિક વિગત મેળવી જવા દીધી હતી.

40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દારૂની મહેફિલમાં ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના કાપડ અને કરિયાણાના વેપારીઓ હોવાની વિગતો મળી રહી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા ઘટનાસ્થળેથી દારૂની 5 ખાલી બોટલો, નાના-મોટા 38 ગ્લાસ, 1.76 લાખની કિંમતના 11 ફોન, ઑડી અને એમજી હેક્ટર મળી 39 લાખની 9 કાર સહિત કુલ 40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પતિએ પત્નીની બર્થડે પાર્ટી યોજી હતી
અમદાવાદની યુવતી દિવ્યા પ્રિન્સ સાલેચાની બર્થડે પાર્ટીમાં પતિ સહિતના યુવકો દારૂની મહેફિલ માટે ભેગા થયા હતા. મહિલા પોલીસે યુવતીઓને ચકાસતા પ્રથમદ્રષ્ટિએ 10 યુવતીઓ દારૂના નશામાં ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પગલે પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો નથી. જોકે તેમના બ્લડ સેમ્પલ લેવાયા છે, જેના રિપોર્ટના આદારે જરૂર જણાશે તો તેમના નામ પણ આરોપીઓમાં સામેલ કરાશે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે 13 યુવક સામે પ્રોહીબિશન એક્ટ, એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
1.)
હિતેશ રમેશભાઈ જૈન, 29 વર્ષ, બી-43 ઓરચીડ ગ્રીન, શાહીબાગ
2.)
પ્રિન્સ લલીતકુમાર સાલેચા, 27 વર્ષ, 16-1 ગીરધરનગર સોસા., શાહીબાગ
3.)
ભાવીન જયંતીભાઈ જૈન, 28 વર્ષ, 303-પાશ્વનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ
4.)
રાહુલ દિનેશભાઈ મહેતા, 28 વર્ષ, 1002-આદેશ્વર ટાવર, શાહીબાગ
5.)
અંકિત રમેશભાઈ જૈન, 28 વર્ષ, બી-301, કેદાર ટાવર, શાહીબાગ
6.)
શ્યામ નકુલ જૈન, 27 વર્ષ, 20-ચંદન ગાલા રામનગર, સાબરમતી
7.)
રોહન રમેશભાઈ જૈન, 28 વર્ષ, 4-રિટાપાર્ક, શાહીબાગ
8.)
જીનેશ નરવીલલાલ જૈન, 31 વર્ષ, એ-92 ઓર્ચીડ ગ્રીન, શાહીબાગ
9.)
હર્ષ ભવરલાલ શાહ, 29 વર્ષ, બી-3 સોમ એપાર્ટમેન્ટ, શાહીબાગ
10.)
આદિત્ય અરવિંદકુમાર જૈન, 31 વર્ષ, એ-001 શગુન જ્યોતી એપા. શ્યામલ ચાર રસ્તા
11.)
ભાવેશ સુરેશભાઈ ભણસાલી, 25 વર્ષ, જી-23 ઓર્ચીડ ગ્રીન્સ, શાહીબાગ
12.)
વિમલ મહાવીર જૈન, 26 વર્ષ, એ-601 અનમોલ ટાવર, શાહીબાગ
13.)
રોનક રાજેન્દ્રભાઈ શાહ, 31 વર્ષ, 133, સે-3 સર્વપરી સોસા. ઘાટલોડીયા

 

adv

Related News

post
post
post
post
post
post
post