• Home
  • News
  • પ્રતિક ગાંધીનો જાદુ ફરી ચાલશે, ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ટ્રેલર થયું રિલીઝ
post

જોકે ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી ખૂબ જ રોમાંચક અને ફની લાગી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:48:24

નવી મુંબઇ: એક એવા કલાકાર જેમણે પોતાની ફિલ્મી કરિયરની શરુઆત થિયેટર ડ્રામાથી કરી જે બાદ ફિલ્મ 'બે યાર'થી એન્ટ્રી લઇને ગુજરાતી ફિલ્મોની દિશા બદલી નાંખી. ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધી..જે આજે કોઇ ઓળખના મોહતાજ નથી. તેમની ફિલ્મ 'સ્કેમ 1992' બાદ હવે તેના ફેન્સ ફક્ત ગુજરાતી ઈન્ડસ્ટ્રી સુધી સિમીત નથી રહ્યા. 

ફિલ્મ વાલમ જાઓનેનું ટ્રેલર 

નવી અર્બન ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાનો સિલસિલો સતત ચાલુ થયા બાદ વધુ એક ફિલ્મનું નામ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે. પ્રતિક ગાંધીની વધુ એક ફિલ્મ આવી રહી છે, જેનું ટ્રેલર પ્રતિક ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતુ. ફિલ્મ વાલમ જાઓનેનું ટ્રેલર શેર કરતાં પ્રતિક ગાંધી લખે છે કે, દર્શકો ફિલ્મ જોઈને હસી-હસીને લોટપોટ થઈ જવાના છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને પણ દર્શકો પોતાનું હાસ્ય કંટ્રોલ નથી કરી શકતાં. ટ્રેલરમાં પ્રતિક ગાંધી સતત માર ખાતો જોવા મળી રહ્યો છે. દિશા સાથેનો તેનો મીઠો ઝઘડો, બંને કપલના ઝઘડા, પ્રેમ, કોમેડી દર્શકોને સ્ક્રિન પર જોવા મળશે.   

ફિલ્મનું ટ્રેલર કેવુ છે

ફિલ્મના ટ્રેલર પ્રમાણે રીના એટલેકે, (દિક્ષા જોશી) એક ફેશન ડિઝાઇનર છે. જેનું સપનુ છે કે, તે રણવીર સિંહની પર્સનલ ડ્રેસ ડિઝાઇનર બને.  જેને પગલે તે અવનવા ડ્રેસ બનાવીને તે ડ્રેસ પોતે પહેરે છે અને પોતાના બોયફ્રેન્ડને પણ પહેરવાનું કહે છે અને અહીંથી શરુ થાય છે કોમેડિ ડ્રામા. ફિલ્મના ટ્રેલરમાં પણ રીના અને પ્રતિકના કપડા જોઇને પણ દર્શકો હસી પડે છે.  

ફિલ્મમાં રીનાનો કિરદાર એક  ખૂબ જ પઝેસિવ ગર્લફ્રેન્ડનો છે,જે નાની નાની વાતમાં તેના બોયફ્રેન્ડથી રિસાઇ જાય છે, તેમજ આત્મહત્યા કરવાના પ્રયાસો કરતી રહે છે.  

જોકે ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી ખૂબ જ રોમાંચક અને ફની લાગી રહી છે. ફિલ્મમાં પ્રતિક અને દિક્ષા સાથે ઓજસ રાવલ, ટીકુ તલસાનિયા, સંજય ગોરાડિયા અને કવિન દવે જેવા દિગ્ગજો પણ મહત્ત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મનાં નામ પ્રમાણે તેમના વ્હાલમ તેમની સાથે રહે છે કે છૂટા પડે છે તે 4 નવેમ્બરે જ ખબર પડશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post