• Home
  • News
  • રાષ્ટ્રપતિ પુતિને સંવૈધાનિક ફેરફારની વાત કહી, વડાપ્રધાન મેદવેદેવ સહિત સમગ્ર સરકારનું રાજીનામુ
post

મેદવેદેવને રાષ્ટ્રપતિ પુતિનના નજીકના માનવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 08:55:02

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિના રાષ્ટ્રના નામના સંદેશ બાદ સમગ્ર રશિયા સરકારે રાજીનામુ આપ્યું છે. વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવે બુધવારે નિર્ણયની માહિતી આપી છે. રાજીનામા બાદ પુતિને તમામ મંત્રીઓને ધન્યવાદ આપ્યા અને જ્યાં સુધી નવી સરકારની રચના થાય ત્યાં સુધી કાર્યવાહક સરકાર તરીકે કામ કરવાની અપીલ કરી. જોકે તેમણે વાત પણ કહી કે મેદવેદેવનું મંત્રીમંડલ નિર્ધારિત લક્ષ્યોને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું.

મેદવેદેવે નિર્ણય રાષ્ટ્રપતિના રાષ્ટ્રના નામના સંબોધનના કેટલાક કલાક બાદ લીધો. મેદવેદેવને રાષ્ટ્રપતિ પુતિનના નજીકના માનવામાં આવે છે. પુતિને દેશને સંબોધિત કરતા મોટા પાયે સુધારાની વાત કહી હતી, જેનાથી તેમના પછી દેશની સતા પર કબજો કરનારી સરકારો નબળી પડી જશે. મેદવેદેવ 2012થી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યાં હતા. તે 2008થી 2012ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચુકયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post