• Home
  • News
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગેરરીતિના આરોપ અને અમેરિકી ચૂંટણી પ્રક્રિયા, ટ્રમ્પ જાણે છે કે તે હારશે, કોર્ટ જઈને મોટું સંકટ પેદા કરશે
post

સુપ્રીમકોર્ટના જજને પણ પાર્ટી સમર્થકના દૃષ્ટિકોણથી જોવાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:20:39

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અમેરિકી ચૂંટણી એક્સપર્ટ એલેક્સ કેજારના જણાવ્યા અનુસાર અમેરિકાને બે પાર્ટીઓએ હાઈજેક કરી રાખ્યું છે. આ એકમાત્ર દેશ છે જ્યાં ત્રીજી પાર્ટીનો ઉદય થયો શક્યો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાણે છે કે તે હારશે એટલા માટે ગેરરીતિની વાતો કરી રહ્યા છે જેથી કોર્ટ જઈ શકે. અહીંથી જ સૌથી મોટું અમેરિકી સંકટ પેદા થઈ શકે છે. પ્રોફેસર એલેક્સ કેજારનું આવું માનવું છે. તે હાર્વર્ડમાં પ્રોફેસર છે. તે અમેરિકી ચૂંટણી પ્રક્રિયા અને ટ્રમ્પના આરોપોને સમજાવી રહ્યા છે...

અમેરિકામાં અસલ ચૂંટણી 3 નવેમ્બર પછી શરૂ થશે
જ્યારે હું 3 તારીખે મતદાન કરવા જઈશ તો મને એ ખબર નહીં હોય કે બાઈડેન કે ટ્રમ્પના ઈલેક્ટર્સ કોણ છે. આ મતદાનથી 538 ઈલેક્ટર્સ ચૂંટાશે જે 14 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને ચૂંટશે. 6 જાન્યુઆરીએ 270 કે વધુ વોટ મેળવનાર વ્યક્તિને રાષ્ટ્રપતિ જાહેર કરાશે પણ આશંકા છે કે આ વખતે પ્રક્રિયા તૂટશે. ટ્રમ્પ ચૂંટણીમાં ગેરરીતિની વાતો કરી રહ્યા છે. તેમને ખબર છે કે તે ચૂંટણી હારશે અને ગેરરીતિનો આરોપ મૂકી તે કોર્ટ જતા રહેશે.

224 વર્ષથી બે પક્ષોએ સંપૂર્ણ સિસ્ટમ હાઈજેક કરી રાખી છે
1787
માં ફાઉન્ડિંગ ફાધરે વ્યવસ્થા બનાવી હતી કે દરેક જિલ્લાની પ્રજા શ્રેષ્ઠ નાગરિકને ચૂંટશે. તે ચૂંટાયેલા ઈલેક્ટર વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ ચૂંટશે. ઈલેક્ટરના આ સમૂહને ઈલેક્ટોરલ કોલેજ કહેવાય છે પણ આજે તો આપણે તેમને જાણતા પણ નથી. 1796થી બે પક્ષોએ સંપૂર્ણ સિસ્ટમ હાઈજેક કરી રાખી છે. 20મી સદીમાં અમેરિકા એકમાત્ર એવો દેશ રહ્યો છે જ્યાં ત્રીજી કોઈ પાર્ટીનો ઉદય થયો જ નથી.

હવે પાર્ટીઓ વફાદારોને ઈલેક્ટર્સ તરીકે નોમિનેટ કરે છે
1796
માં પહેલીવાર રાજકીય વિચારધારા મામલે હોબાળો થયો. જે સંઘીય માળખાના પક્ષધર હતા તે ફેડ્રલિસ્ટ(હવે ડેમોક્રેટિક) અને તેમના વિરોધી ડેમોક્રેટિક રિપબ્લિકન(હવે રિપબ્લિકન) કહેવાયા. આ ચૂંટણીમાં ફેડ્રલિસ્ટ જોન એડમ્સ રાષ્ટ્રપતિ અને તેમના હરીફ ડેમોક્રેટિક-રિપબ્લિકન ટી.જેફર્સન ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. જેમ જેમ આ બે વિચારધારાઓનો પ્રસાર વધ્યો એવા લોકો ઈલેક્ટર્સ તરીકે ચૂંટાવા લાગ્યા જે કોઈ એક પાર્ટીના વફાદાર હતા. સુપ્રીમકોર્ટે નિર્ણય પણ આપ્યો કે જો કોઈ ઇલેક્ટર પાર્ટી વિરુદ્ધ વોટ કરશે તો રાજ્ય તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમકોર્ટના જજને પણ પાર્ટી સમર્થકના દૃષ્ટિકોણથી જોવાય છે
બંધારણમાં રાજ્યના લેજિસ્લેચરને ચૂંટણીથી સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર છે. લેજિસ્લેચર આ બંને પક્ષોમાં વહેંચાયેલા છે એટલા માટે 50માંથી 48 રાજ્યોમાં વિનર ટેક ઑલની નીતિ લાગુ છે એટલું જ નહીં અમેરિકાની સુપ્રીમકોર્ટના જજને પણ આ બંને પક્ષોમાંથી એકના સમર્થક કે વિરોધી તરીકે જોવાય છે. એવામાં રાજ્ય પોતાની પાર્ટી અનુસાર ચૂંટણીના કાયદા ઘડે છે અને સુનિશ્ચિત કરે છે કે કોઈ ત્રીજી પાર્ટી ઊભી ન થઈ શકે.

ટ્રમ્પ ઈચ્છે છે કે મેલ ઈન વોટિંગની ગણતરી ન થાય...
કોવિડે અમેરિકામાં વધેલા રાજકીય સંકટને ગતિ આપી છે. અહીં મેલ ઈન વોટિંગની પરંપરા છે. કોવિડને લીધે મેલ ઈન વોટિંગની સંખ્યામાં અનપેક્ષિત વધારો થયો છે. લોકો લાઇનમાં લાગવાને બદલે તેમના વોટ પોસ્ટથી મોકલી રહ્યાં છે. તેનો અર્થ એ છે કે મેલ ઈન વોટની ગણતરીમાં એક મહિનાથી પણ વધુ સમય લાગી શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે જેટલું સંભવ હોય મેલ ઈન વોટ ગણવામાં જ ન આવે અને અહીંથી અમેરિકી સંકટ પેદા થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post