• Home
  • News
  • રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને કહ્યું- સૌથી મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુદ્ધની તૈયારીમાં ઝડપ કરો
post

જિનપિંગે આર્મીની સાથેની મીટિંગમાં આ વાત કરી, જોકે કોઈ ખતરાનો ઉલ્લેખ કર્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:50:02

બીજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગએ સેનાને યુદ્ધની તૈયારીઓ અને તેના માટેની ટ્રેનિંગ ઝડપી કરવા માટેની સુચના આપી છે. ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ જિનપિંગએ કહ્યું કે ગુંચવાયેલા મુદ્દાઓની કટિબદ્ધતાથી અને અસરકારક રીતે ડીલ કરવામાં આવે.

જિનપિંગે મંગળવારે પીપુલ્સ લિબરેશન આર્મી અને પીપુલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સની ડેલિગેશનની પ્લાનરી મીટિંગમાં આ વાત કહી હતી. તેમણે કોઈ ખતરાની વાતનો ઉલ્લેખ તો કર્યો ન હતો પરંતુ તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બોર્ડર પર ચીન અને ભારતના જવાનોની વચ્ચે તણાવ છે.

ચીને આ વર્ષે રક્ષા બજેટને 6.6 ટકા વધાર્યું

જિનપિંગે ડિફેન્સમાં સાઈન્ટિફિક ઈનોવેશન પર ભાર મૂક્યો છે. રક્ષા ખર્ચ પર તેમણે કહ્યું કે એક એક પૈસાનો ઉપયોગ એ રીતે કરવામાં આવે કે વધુમાં વધુ પરિણામ મળે. આ પહેલા 22 માર્ચે ચીને તેનું રક્ષા બજેટ 6.6 ટકાથી વધારીને 179 અબજ ડોલર કરી દીધું છે. તે ભારતન રક્ષા બજેટના લગભગ ત્રણ ગણું છે.

ડિફેન્સના બજેટને વધારવા પર ચીનના પ્રવકતા વુ ક્યાને કહ્યું હતું કે હાલ આપણે નવા ખતરાઓ અને પડકારોનો સામનો કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે તાઈવાનનો ખાસ ઉલ્લેખ કર્યો, જેણે ચીનનો હિસ્સો હોવાથી ઈન્કાર કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post