• Home
  • News
  • બે વોન્ટેડ આતંકીઓ સાથે ગાડીમાં જઇ રહેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા DSPની ધરપકડ
post

ખંડણી માંગવાના આરોપ બદલ આ DSPને સસ્પેન્ડ કરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 08:52:51

સોપિયાં : ઓપરેશન સોપિયાં દરમિયાન પોલીસે એક ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP)ની ધરપકડ કરી હતી. જમ્મૂ કાશ્મીરના IG વિજયકુમારના જણાવ્યા પ્રમાણે DSP બે વોન્ટેડ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સાથે એક ગાડીમાં નેશનલ હાઇવે પર જઇ રહ્યો હતો. તેની ધરપકડ કરીને પૂછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

 

ખંડણી માંગવાના આરોપ બદલ SOGમાંથી હટાવાયો હતો
મળતી માહિતી પ્રમાણે DSPનું નામ દેવેન્દર સિંઘ છે જેને 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પોલીસ પદકનું સન્માન મળ્યું હતું. આતંકવાદ વિરુદ્ધ સફળ ઓપરેશ ચલાવવા માટે SOGમાં નિમણૂક બાદ આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને તેને ઇન્સ્પેક્ટરમાંથી DSP બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખંડણી માંગવાની ફરિયાદના લીધે તેને SOGમાંથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને ફરી શ્રીનગર પોલીસ કન્ટ્રોલમાં નિમણૂક મળી હતી. ત્યાંથી તેને ગત વર્ષે શ્રીનગર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યો હતો. જે બે આતંકવાદીઓની ધરપકડ થઇ છે તે કાશ્મીરના DIG અતુલ ગોએલ હસ્તકની પોલીસ પાર્ટીએ કરી હતી. બન્ને આતંકવાદીઓની ઓળખ નાવિદ બાબુ અને આસિફ રાથર તરીકે થઇ છે. નાઇદ હિઝબુલ મુઝાહીદ્દીનનો ટોપ કમાન્ડર છે જ્યારે રાથર એક નોંધાયેલો આતંકવાદી છે. બન્ને સોપિયાંના રહેવાસી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post