• Home
  • News
  • આત્મિયતા:પ્રધાનમંત્રીએ ઝાયડસની ત્રીજી પેઢી સાથે કરી આત્મીય મુલાકાત, પંકજ પટેલની BMW કારમાં આવ્યા હતા નરેન્દ્ર મોદી
post

કંપનીના MD શર્વિલ પટેલની દીકરી, દીકરા અને પત્નીને પણ મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:48:50

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કંપની દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોના વેક્સિન અંગે જાણકારી મેળવી હતી. આ તકે નરેન્દ્ર મોદીએ પ્લાન્ટ પરિસરમાં ઝાયડસના ચેરમેન પંકજ પટેલના પુત્ર શર્વિલ પટેલના પત્ની અને તેમના બે સંતાનો સાથે પણ ઉમળકાભેર મળીને વાત કરી હતી.

ઝાયડસની ત્રીજી પેઢીને મળ્યા પ્રધાનમંત્રી
પંકજભાઈના પુત્ર શર્વિલ અત્યારે કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. શર્વિલભાઈને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઝાયડસના ચાંગોદર પ્લાન્ટમાં પ્રધાનમંત્રીને પંકજભાઈ અને શર્વિલભાઈએ આવકાર્ય હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીને શર્વિલભીના પત્ની મેહા અને દિકરા શોર્ય સહિત પુત્રીને મળ્યા હતા. સફેદ કુર્તા પાયજામામાં સજ્જ શોર્યએ જયારે નરેન્દ્ર મોદીને નમસ્કાર કર્યું ત્યારે તેમણે હસતા હસતા શોર્યને ગળે લગાવ્યો હતો અને અમુક વાતો પણ પૂછી હતી. આ સાથે જ મોદીએ શોર્યના માથે હાથ ફેરવ્યો હતો.

પુત્રી સાથે પણ હસી મજાક કરી
શોર્યને મળ્યા બાદ નરેન્દ્ર મોદી શર્વિલભાઈની પુત્રીને પણ મળ્યા હતા. તેમની પુત્રીએ પણ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. પુત્રી પણ સફેદ કપડામાં સજ્જ હતી. પ્રધાનમંત્રીએ બંને બાળકો સાથે લગભગ 5-7 મિનીટ જેટલો સમય વિતાવ્યો હતો અને તેમની સાથે હસી મજાકની વાતો કરી હતી.

હેલીપેડ સુધી આવવા જવા માટે પંકજભાઈની કાર વાપરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેલીપેડથી ઝાયડસના પ્લાન્ટ પર આવવા અને પાછા જવા માટે ઝાયડસના ચેરમેન પંકજ પટેલની બ્લેક કલરની BMW કારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે વડાપ્રધાન હમેશા તેના માટે બનેલી સ્પેશિયલ કારમાં જ મુસાફરી કરતા હોય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post