• Home
  • News
  • અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી 3 કલાક રોકાશે, હાઈ એલર્ટ જાહેર
post

અયોધ્યામાં મુખ્ય માર્ગો પર બેરિકેડિંગ, પ્રવેશ સ્થળે ઓળખપત્રની તપાસ ચાલુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 10:33:41

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાનના ઐતિહાસિક પ્રવાસને લઈને યુદ્ધસ્તરની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત આવી રહેલા પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સજાવટ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. ધાર્મિક વાતાવરણ બનાવવા તૈયારી કરાઈ છે.

અયોધ્યાને જોડતા હાઈવે અને સડકો પર સુરક્ષા માટે બેરિકેડિંગ કરી દેવાયું છે. અયોધ્યામાં પ્રવેશનારા દરેક વાહન માટે ઓળખ પત્રની તપાસ અનિવાર્ય કરાઈ છે. તમામ સંવેદનશીલ સ્થળો, પાવર હાઉસ, ઈમારતો વગેરે પર ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે. જેના માટે સેન્ટ્રલાઈઝ કન્ટ્રોલ રૂમ બની રહ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાંથી અયોધ્યાના ખૂણે-ખૂણા પર નજર રખાશે. આકાશી સુરક્ષા માટે પણ ઉપાય કરાઈ રહ્યા છે. પીએમ મોદી હનુમાનગઢી અને સરયુ ઘાટ પર પણ જઈ શકે છે. આ બંને સ્થળોની સાથે જ નગરના મઠો-મંદિરોને પણ સજાવાઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશના એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે, ‘પીએમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રખાઈ રહ્યું છે. અયોધ્યા જિલ્લા તંત્રએ જેટલી સંખ્યામાં ફોર્સ અને પોલિસ અધિકારી માગ્યા છે, આપી દેવાયા છે. અયોધ્યામાં સાત ઝોન બનાવાયા છે, જેમાં હનુમાનગઢી અને સરયુ તટ ઝોન પણ સામેલ છે.

અયોધ્યાની બહાર પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, કડક તપાસ

·         ઉત્સવ : અયોધ્યામાં 3 ઓગસ્ટથી ઝ ઘરોની બહાર લાખો દીવા પ્રગટાવાશે.

·         16 લાખ લાડુ : દૂતાવાસોમાં પ્રસાદ તરીકે બીકાનેરી લાડુ મોકલાશે. ચાર લાખ પેકેટ તૈયાર કરાયા છે.

·         ભેટ : પીએમ મોદીને ટ્રસ્ટ કોદંડ રામ અને લવ-કુશની પ્રતિમા ભેટમાં આપશે.

·         લંગર : લાડુ વહેંચવા અને ભોજન માટે ભંડારા, લંગરની સ્થાપના.

 

adv

Related News

post
post
post
post
post
post
post