• Home
  • News
  • સંયુક્ત રાષ્ટ્રની ક્લાયમેટ ચેન્જ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્ક પહોંચ્યા
post

અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 74મી સમિટમાં સામેલ થવા ન્યુયોર્ક રવાના થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-23 14:44:52

ન્યુયોર્કઃ અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 74મી સમિટમાં સામેલ થવા ન્યુયોર્ક રવાના થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન બીજી વખત મહાસભાને સંબોધિત કરશે. અગાઉ 2014માં સપ્ટેમ્બરમાં મહાસભાની બેઠકમાં સામિલ થયા હતા.

મોદી આજે યુએનમાં પર્યાવરણ પર બોલશે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસ સહિત અન્ય પ્રતિનંધમંડળોની સાથે દ્વિપક્ષીય બેઠકો સિવાય, વડાપ્રધાન મહાસભા બહાર ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને પણ મળશે.

વડાપ્રધાન મોદી રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અને ક્લાયમેટ ચેન્જમાંથી બહાર આવવા માટે 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં 50 કિલોવોટના ગાંધી સોલર પાર્કનું ઉદ્ધાટન કરશે. ભારતે સોલર પેનલ અને ગ્રીન રૂફ પ્રોજેક્ટ માટે 10 લાખ ડોલરની ભેટ આપી છે, જે અંતર્ગત યુએનની કાર્યાલયની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. જ્યારે 27 સપ્ટેમ્બરે મોદી મહાસભાને સંબોધિત કરશે. તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દા સિવાય રોજગાર, નોકરી, સુરક્ષા, ઉર્જા અને આંતકવાદ જેવા મુદ્દાઓ ઉઠાવશે.

ભારત અને સ્વીડન યુએન ક્લાયમેટ સમિટ અંતર્ગત ઉદ્યોગોથી થનાર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવાની એક પહેલનું સહ-નેતૃત્વ કરી રહ્યાં છે. બંને દેશો સ્ટીલ અને સિમેન્ટ જેવા ક્ષેત્રો પાસેથી વચન લેશે કે 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય. ક્લાયમેટ ચેન્જ સમિટનું નેતૃત્વ યુએન મહા સચિવ એન્ટોનિયો ગુટરેસ કરી રહ્યાં છે. પેરિસ કરારને લાગુ કરવામાં ઝડપ લાવવાના ઉદેશ્યની સાથે ક્લાયમેટ સમિટમાં 9 આત્મનિર્ભર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેનું નેતૃત્વ 19 દેશો કરશે અને તેમાં આંતરરાષ્ટ્રીય સંગઠન સહયોગ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post