• Home
  • News
  • પૃથ્વી શો ફિટ, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં તક મળવાની શક્યતા
post

પૃથ્વી અને શુભમન બંને હવે ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે સિલેક્ટ થવાની રેસમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 11:35:09

મુંબઈપૃથ્વી શો હવે સંપૂર્ણ પણે ફિટ થઈ ગયો છે. આગામી 48 કલાકમાં તે ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ભારત- ટીમ સાથે જોડાશે. તે ગત અઠવાડિયે રણજી ટ્રોફીની એક મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે પછી નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબ સાથે તેનું કમબેક નિશ્ચિત થઈ ગયું છે.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, પૃથ્વી ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ભારત- ટીમ સાથે જોડાશે. 20 વર્ષીય પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડમાં યોજાનારી 2 ટેસ્ટ મેચની સીરિઝ માટેની ટીમમાં પણ સ્થાન મળી શકે છે.

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું કે, પૃથ્વી અને શુભમન બંને હવે ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે સિલેક્ટ થવાની રેસમાં છે. જોકે મામલે શુભમન આગળ છે. શૉ 2 ટેસ્ટમાં 237 રન કરી ચૂક્યા છે. તેણે વિન્ડીઝ વિરુદ્ધની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post