• Home
  • News
  • પ્રિયંકા ચોપરાએ આખરે મૌન તોડ્યું:કહ્યું, ‘બોલિવૂડના પોલિટિક્સથી થાકી ગઈ હતી, મને ફિલ્મોમાં કોઈ કામ નહોતું આપતું એટલે હોલિવૂડ આવી ગઈ’
post

પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે ‘એક મ્યુઝિક વીડિયો જોતા સમયે દેશી હિટ્સની અંજલિ આચાર્યની નજર મારા પર પડી અને તેણે મને કોલ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 18:56:04

પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં જવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. તાજેતરમાં ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ શો આર્મચેયર એક્સપર્ટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તે કારકિર્દીની ટોચ પર હતી ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને ગાવાનું શરૂ કર્યું હતું. તેણે અમેરિકામાં પોતાના માટે કામ શોધવાનું શરૂ કર્યું.

પ્રિયંકાએ કહ્યું હતું કે તે બોલિવૂડમાં ઇચ્છિત કામ મેળવી શકી નહિ અને તે ઇન્ડસ્ટ્રીની રાજનીતિથી ખૂબ જ નારાજ છે. બોલિવૂડમાં મળેલાં કામથી તે ખુશ નહોતી.પ્રિયંકા ચોપરા આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે યુનિસેફની ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર પણ છે.

હું બોલિવૂડમાં મળેલાં કામથી ખુશ નહોતી’ - પ્રિયંકા
પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે એક મ્યુઝિક વીડિયો જોતા સમયે દેશી હિટ્સની અંજલિ આચાર્યની નજર મારા પર પડી અને તેણે મને કોલ કર્યો. એ સમયે હું સાત ખૂન માફફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. અંજલિએ મને પૂછ્યું કે શું હું અમેરિકામાં સિંગિંગમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે? અને આ જ સમયે હું બોલિવૂડમાંથી બહાર નીકળવાનું વિચારી રહી હતી.

તે કહે છે, ‘આ સમયે હું અહીંથી જ નીકળવાનો કોઈ રસ્તો શોધી રહી હતી. મને આ સમયે ઈન્ડસ્ટ્રીના એક ખૂણામાં ધકેલવામાં આવી હતી. લોકો મને કાસ્ટ કરવાથી ડરતા હતા. લોકોને મારાથી અઢળક ફરિયાદો હતી. હું પોલિટિકલ ગેમ રમવામાં એક્સપર્ટ નથી અને હું આ પોલિટિક્સથી થાકી પણ ગઈ હતી અને મને એક બ્રેક જોઈતો હતો.

અમેરિકા જઈને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી
પ્રિયંકાએ કહ્યું- મ્યુઝિકને કારણે મને દુનિયાના અન્ય ભાગોને એક્સપ્લોર કરવાની તક મળી. મને જે ફિલ્મો મળી રહી હતી એના માટે હું ક્યારેય ઝંખતી નહોતી. મેં આ સમય સુધીમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું હતું અને હવે મને નહોતું લાગતું કે, હવે હું એ કરવા માગું છું, તેથી જ્યારે મ્યુઝિકની ઓફર આવી ત્યારે મેં કહ્યું - તમે નરકમાં જાઓ, હું અમેરિકા જાઉં છું.

પ્રિયંકાએ વર્ષ 2012માં પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેનું પહેલું ગીત ઇન માય સિટીહતું, આ સિવાય તેણે એક્ઝોટિક’, ‘આઇ કેન ટુ મેક યુ લવ મીજેવાં ગીતો ગાયાં હતાં. આ સિવાય તેણે વર્ષ 2015માં આવેલી ફિલ્મ મેરી કોમમાં પોતાનું પહેલું બોલિવૂડ સોન્ગ ગાયું હતું.

સિંગિંગમાં કારકિર્દી ન બની, અભિનય દ્વારા એક આગવી છાપ ઊભી કરી
પ્રિયંકા ચોપરાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે પિટબુલ ફેરેલ વિલિયમ્સ અને જે ઝેડ જેવા આંતરરાષ્ટ્રીય સિંગર્સ સાથે કામ કર્યું હતું. જોકે સિંગિંગમાં તેની કારકિર્દી લાંબી ટકી શકી નહોતી. આ દરમિયાન પ્રિયંકાને અહેસાસ થયો કે તેની એક્ટિંગ સારી છે. આ પછી કોઈએ પ્રિયંકા ચોપરાને સલાહ આપી કે તે અમેરિકામાં એક્ટિંગમાં હાથ અજમાવી શકે છે.

પ્રિયંકા વર્ષ 2015થી બોલિવૂડમાં એક્ટિવ નથી
પ્રિયંકાએ બોલિવૂડની લગભગ 53 ફિલ્મમાં કામ કર્યું છે,. જેમાં બર્ફી, બાજીરાવ મસ્તાની, દોસ્તાના, ક્રિશ અને ડોન-2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકહતી, જેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઇ જ નહોતું. જોકે પ્રિયંકા વર્ષ 2015 બાદ બોલિવૂડની ફિલ્મોમાં વધારે એક્ટિવ નથી રહી. હવે તે હોલિવૂડની ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય શોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

તેણે ક્વોન્ટિકોથી હોલિવૂડની શરૂઆત કરી હતી
પ્રિયંકાએ વર્ષ 2015માં શો ક્વાન્ટિકોથી હોલિવૂડમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેણે વર્ષ 2017માં બેયવોચમાં, વર્ષ 2018માં ફિલ્મ અ કિડ લાઇક જેકમાં કામ કર્યું હતું અને વર્ષ 2019માં તેની ફિલ્મ ઇઝન્ટ ઈટ રોમેન્ટિક’. વર્ષ 2023માં પ્રિયંકા સિટાડેલઅને લવ અગેનમાં જોવા મળશે. આ સિવાય તેની આગામી બોલિવૂડ ફિલ્મ જી લે ઝરાછે, જેમાં પ્રિયંકાની સાથે આલિયા અને કેટરિના કૈફ પણ છે.

10 વર્ષમાં પ્રિયંકાની બોલિવૂડ ફિલ્મો

ફિલ્મ

વર્ષ

ધ સ્કાય ઈઝ પિંક

2019

જય ગંગાજળ

2017

બાજીરાવ મસ્તાની

2015

દિલ ધડકને દો

2015

મેરી કોમ

2014

ગુંડે

2014

ક્રિશ

2013

ઝંઝીર

2013

બર્ફી

2012

પ્રિયંકાના હોલિવૂડ પ્રોજેક્ટ્સ

ફિલ્મ

વર્ષ

ધ વ્હાઈટ ટાઈગર

2021

ધ મેક્ટ્રિક્સ રિસ્યોરેશન

2021

ઇઝન્ટ ઈટ રોમેન્ટિક

2019

અ કિડ લાઈક જેક

2018

બેયવોચ

2017

ક્વાન્ટિકો

2015

 

adv

Related News

post
post
post
post
post
post
post