• Home
  • News
  • ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની વેબ સિરીઝ ‘સિટડલ’માં પ્રિયંકા ચોપરા જોવા મળશે
post

‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 11:15:48

ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મએમેઝોન પ્રાઈમ વીડિયોપરની વેબ સિરીઝસિટડલ (Citadel)’માં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. ‘એવેન્જર્સ: એન્ડગેમફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની વેબ સિરીઝમાં પ્રિયંકા ચોપરાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ન્યૂઝ શેર કરતાં લખ્યું કે, ‘રિચર્ડ અને રુસો બ્રધર્સ સાથે કામ કરવા માટે રાહ જોઈ શકું એમ નથી. મલ્ટિ લેયર ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના લોકલ લેન્ગવેજ પ્રોડક્શન સાથે જોડાયેલ હશે. ખરેખર એક ગ્લોબલ કન્ટેન્ટ હશે.’


ઇન્ડિયન સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. ડેવલપ કરશે અનેએમેઝોન સ્ટુડિયોઝસાથે પ્રોડ્યૂસ કરશે. શોનું અનાઉન્સમેન્ટ જુલાઈ 2018માં થયું હતું. અગાઉ ઇટલી અને ઇન્ડિયાના વર્ઝન રિલીઝ કરવાની જાહેરાત હતી પરંતુ હવે મેક્સિકોનું વર્ઝન પણ હશે. નિકે પત્ની પ્રિયંકાને તેના નવા પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા.

 

સિવાય પ્રિયંકા અને નિક પહેલીવાર સાથે મળીને તેમનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મએમેઝોન પ્રાઈમપર બંને સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે. જે રીતે તેમનાં લગ્નમાં સંગીત સેરેમની યોજાઈ હતી રીતે તેઓ સગાઈ થઇ ગયેલ કપલને તેમનાં લગ્નમાં સંગીત સેરેમની યોજવામાં મદદ કરશે. સિરીઝના બંને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર્સ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post