તે ડિઝાઈનર રાલ્ફ એન્ડ રૂસોના ગાઉનમાં જોવા મળી હતી.
Written By newsonline | Ahmedabad | Published: 2020-01-28 10:45:56
લોસ એન્જલસમાં યોજાયેલ ગ્રેમી અવોર્ડ્સના વિજેતાઓ જાહેર થયા છે. આ અવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે હાજર રહી હતી. આ 62માં વાર્ષિક ગ્રેમી અવોર્ડમાં જોનસ બ્રધર્સનું પરફોર્મન્સ પણ હતું. પ્રિયંકા આ અવોર્ડ ફંક્શનમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તેણે પહેરેલા ડિપ નેકલાઈનવાળા ગાઉનના કેટલાક ફોટો અને વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે. જે જોઈને અનેક ફેન્સ પણ ફિદા થયા હતા. તે ડિઝાઈનર રાલ્ફ એન્ડ રૂસોના ગાઉનમાં જોવા મળી હતી.