• Home
  • News
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું- બિકિની હોય, ધૂંધટ હોય કે પછી જીન્સ, મહિલાઓને તેમની મરજીના કપડા પહેરવાનો હક
post

કર્ણાટકની સ્કુલ-કોલેજોમાં ધાર્મિક હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-09 12:13:42

નવી દિલ્લી: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર હવે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે મહિલાઓને પોતાની રીતે કપડા પહેરવાનો હક છે, જે તેમને બંધારણે આપ્યો છે. ટ્વિટના અંતમાં પ્રિયંકાએ પોતાના કેમ્પેનનો હેશટેગ લડકી હૂં, લડ શકતી હું પણ લગાવ્યો છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું

પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે પછી તે બિકિની હોય, ધૂંધટ હોય, જીન્સ હોય કે હિજાબ. એ મહિલાઓએ નક્કી કરવાનું છે કે તેણે શું પહેરવાનું છે. આ અધિકાર તેમને ભારતના બંધારણે આપ્યો છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.

 

કર્ણાટકની સ્કુલ-કોલેજોમાં ધાર્મિક હિજાબ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સ્કુલ-કોલેજોમાં ધાર્મિક હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઘણા જિલ્લાઓમાં સ્કુલ અને કોલેજોના વિદ્યાર્થીઓના ગ્રુપ સામ-સામે આવી ગયા છે. પથ્થર મારાની ઘટનાઓ પણ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પર મૂકવામાં આવેલી રોકનો વિરોધ કરી રહી છે. બીજી તરફ ઘણા હિન્દુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ભગવો ગમછો અને દુપટ્ટો પહેરીને કેમ્પસમાં નારા લગાવી રહ્યાં છે. જોકે સ્થિતિને જોતા કર્ણાટક સરકારે 3 દિવસ માટે સ્કુલો અને કોલેજોને બંધ કરી દીધી છે.


ઉડ્ડપી, શિવમોગા, બાગલકોટમાં હિજાબના સમર્થનમાં દેખાવો

ઉડ્ડપી, શિવમોગા, બાગલકોટ સહિત કર્ણાટકના અન્ય હિસ્સાઓમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં મંગળવારે હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો પછી તણાવ વધી ગયો હતો. તે પછી પોલીસ અને પ્રશાસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. શિવમોગામાં પથ્થરમારા પછી કલમ 144 પણ લગાવવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post