• Home
  • News
  • પ્રતિક્રિયા : નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી, હવે આ ‘તઘલખી’ નિર્ણયની જવાબદારી કોણ લેશે: પ્રિયંકા
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધી કરી હતી, તેને ત્રણ વર્ષ પૂરા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:42:14

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું છે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક ડિઝાસ્ટર હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ તઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશે?


મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી કરી હતી. આજે તેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રિયંકાએ ગુરુવારે અર્થવ્યવસ્થા વિશે ટ્વિટ કર્યું હતું. દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ નબળી છે. સેવા સેક્ટર ઉંઘા માથે પડ્યુ છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનાર લોકો તેમનામાં જ મસ્ત છે, જનતા દરેક ક્ષેત્રે ત્રાસી ગઈ છે.


અર્થવ્યવસ્થા માટે નોટબંધી વિનાશકારી સાબીત થઈ છે :

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કર્યું છે કે, મેં નોટબંધીની જાહેરાત પછી તુરંત જ કહ્યું હતું કે, આ અર્થવ્યવસ્થા લાખો લોકો માટે વિનાશકારક સાબીત થશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો પણ આ વાતે સહમત છે. આરબીઆઈના આંકડાઓએ પણ આ વાત માની છે. નોટબંધી પછીથી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ છે. ખેડૂત, યુવક, કર્મચારી અને વ્યપારી દરેક પર તેની ખરાબ અસર થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post