• Home
  • News
  • સરહદ વિવાદ:કાઠમાંડૂમાં ચીનના દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન; જિનપિંગ સરકારે કહ્યું- અમે નેપાળની જમીન પર કબજો કર્યો નથી
post

નેપાળના હુમલા જિલ્લામાં ચીને 11 ઇમારતો બનાવી છે, જેમાથી 9 ઇમરતનું નિર્માણ થોડા દિવસ પહેલા જ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 11:41:50

નેપાળમાં ચીન સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. નેપાળની જમીન પર ચીને કબજો કર્યાના અહેવાલો સામે આવ્યા બાદ બુધવારે રાજધાની કાઠમાંડૂમાં ચીની દૂતાવાસની સામે લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર પછી ચીને એક નિવેદન જાહેર કર્યું. કહ્યું- અમે નેપાળની જમીન પર કોઈપણ રીતે કબજો કર્યો નથી. કેપી શર્મા ઓલી સરકારે આ મામલે ફરીથી તપાસ કરે.

વિરોધ પ્રદર્શનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ
કાઠમાંડૂમાં ચીનના દૂતાવાસની બહાર, સેંકડો લોકોએ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને જિનપિંગ સરકારની વિસ્તરણવાદી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ લોકો હુમલા જિલ્લામાં ચીની સેનાના કબજાથી નારાજ છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ લોકોનો આક્ષેપ છે કે હુમલા જિલ્લાના મોટા ભાગ પર ચીને કબજો કર્યો છે. તેણે અહીં ઇમારતો ઉભી કરી છે અને આ વિસ્તારના લોકોને ત્યાં જતાં અટકાવે છે.

ચીનની સફાઈ
નેપાળમાં પોતાની સામેના વિરોધથી ચીન પરેશાન થવા લાગ્યું છે. કાઠમાંડૂમાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ ચીની દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો. કહ્યું- અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે નેપાળ સાથે અમારો કોઈ સરહદ વિવાદ નથી. ચીને હમલા જિલ્લામાં જે બાંધકામ કર્યું છે તે તેની સરહદની અંદર કરવામાં આવ્યું છે. નેપાળ સરકારે આની તપાસ કરી તસવીર સાફ કરવી જોઈએ.

વિવાદનું કારણ શું છે
બુધવારે સવારે નેપાળના અખબાર 'કાઠમાંડૂ પોસ્ટ' માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે પ્રમાણે ચીને હુમલા જિલ્લામાં 11 ઇમારતો બનાવી છે. સ્થાનિક લોકોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ પછી ગૃહ મંત્રાલયની એક ટીમ અહીં આવી. ચીની સૈનિકો ત્યાં હાજર હતા. સ્થાનિક લોકોને ચીની સૈનિકો અહીં આવવા પણ દેતા નથી. એવું કહેવામાં આવે છે કે નેપાળની જમીન પર કબજો કરવા માટે ચીની સૈનિકોએ અહીં ઘણા બધા પિલર ગાયબ કરી દીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post