• Home
  • News
  • PS -1નો 230 કરોડનો બિઝનેસ:ફિલ્મે ત્રીજા દિવસે વર્લ્ડવાઇડ 60 કરોડથી વધુની કમાણી કરી, માત્ર તમિળનાડુમાં જ 22.5 કરોડનો બિઝનેસ કર્યો
post

ગ્લોબલ બોક્સ ઑફિસ પર ફિલ્મે પહેલા દિવસે 82 કરોડની, બીજા દિવસે 60.3 કરોડની તથા ત્રીજા દિવસે 66.5 કરોડની કમાણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 18:31:41

મુંબઈ: મણિરત્નમની મચ અવેટેડ ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 1'એ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે ત્રીજા દિવસે 230 કરોડથી વધુની કમાણી કરી છે. ભારતમાં આ ફિલ્મે 130 કરોડથી વધુ કમાયા છે. ભારત ઉપરાંત અમેરિકામાં પણ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું છે.

2022માં ઓપનિંગ વીકેન્ડમાં સૌથી સારું કલેક્શન કરનારી ફિલ્મ
ભારતમાં જો ઓપનિંગ વીકેન્ડની વાત કરીએ તો ફિલ્મ 'KGF 2'એ ભારતમાં 193.99 કરોડનું કલેક્શન કર્યુ હતું. જ્યારે 'પોન્નિયિન સેલ્વન'130 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. 'બ્રહ્માસ્ત્ર' ઓપનિંગ ડે કલેક્શનમાં ત્રીજા નંબરે છે. ચોથા નંબરે 75.57 કરોડ સાથે RRR છે, જ્યારે પાંચમા નંબરે 'ભૂલભુલૈયા 2', છઠ્ઠા નંબરે 'સમ્રાટ પૃથ્વીરાજ' તથા સાતમા નંબરે 'ગંગુબાઈ કાઠિયાવાડી' છે.

ત્રીજા દિવસે કેટલી કમાણી કરી?
ત્રીજા દિવસે ફિલ્મે તમિળનાડુમાં 22.5 કરોડની કમાણી કરી હતી. કેરળમાં 3.75 કરોડ તથા ઑલ ઑવર ઇન્ડિયામાં 45 કરોડ કમાયા છે. ફિલ્મે વર્લ્ડવાઇડ 60 કરોડની કમાણી કરી છે.

ભારતમાં અત્યાર સુધી કેટલું કલેક્શન કર્યું?
ભારતમાં 'પોન્નિયિન સેલ્વન'એ ત્રીજા દિવસે પણ સારું પર્ફોર્મ કર્યું હતું. પહેલા દિવસે ફિલ્મે 42.5 કરોડ, બીજા દિવસે 39 કરોડ તથા ત્રીજા દિવસે 42 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે, ફિલ્મ આગામી દિવસોમાં વધુ સારું પ્રદર્શન કરશે.

ગ્લોબલ બોક્સ ઑફિસ પર ફિલ્મનું કલેક્શન
ગ્લોબલ બોક્સ ઑફિસ પર ફિલ્મે પહેલા દિવસે 82 કરોડની, બીજા દિવસે 60.3 કરોડની તથા ત્રીજા દિવસે 66.5 કરોડની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જાણીતા ઑથર કલ્કિ કૃષ્ણામૂર્તિની વર્ષ 1955માં આવેલી નોવેલ 'પોન્નિયિન સેલ્વન' પર આધારિત છે. આ ફિલ્મ ચોલ સામ્રાજ્ય પર બેઝ્ડ છે. ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. હવે ચાહકોને ફિલ્મના બીજા ભાગની ઉત્સુકતા છે. ફિલ્મમાં વિક્રમ, ઐશ્વર્યા રાય, કાર્થી, જયમ રવિ, શોભિતા, ઐશ્વર્યા લક્ષ્મી જેવા કલાકારો છે. ફિલ્મનું સંગીત એ આર રહમાને આપ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post