• Home
  • News
  • નારાયણસામી પુડ્ડુચેરીમાં કિરણ બેદી વિરુદ્ધ કોર્ટની અવમાનનો કેસ કરશે
post

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી ઉપરાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-02 12:22:29

પુડ્ડુચેરીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી ઉપરાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ કરશે.નારાયણસામીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કિરણ બેદી અધિકારીઓને ડરાવી ધમકાવીને તેમના મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહી છે, જેમાં તેમણે દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે બેદી મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહી છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટે 30 એપ્રિલના નિર્ણયમાં તેમને સરકારના કામરકાજમાં દખલગીરી ન કરવા માટે કહ્યું હતું.

પુડ્ડુચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં પરિસ્થિતી ખરાબ થઈ છે. એવામાં ઉપરાજ્યપાલ કિરણ બેદી પોતે જ પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી રહી છે. તેઓ અત્યાર સુધી અધિકારીઓ સાથે રાજનિવાસથી રેનબો નગર, કૃષ્ણાનગર, ઈન્દિરા ગાંધી સ્ક્વેર અને નતેસન નગર પગપાળા મુલાકાત કરી ચુકી છે. નારાયણસામીએ કહ્યું કે, બેદી અધિકારીઓને ખુલીને કામ કરવા નહીં દે.એટલા માટે તેમના વિરુદ્ધ કોર્ટની અવમાનના અરજી કરવી જોઈએ.

આ વર્ષે ફેબ્રુઆરીમાં નારાયણસામી અને બેદીનો વિવાદ શરૂ થયો હતો. બેદીએ પ્રશાસને અપીલ કરી હતી કે ટુ વ્હીલર વાહન ચાલકોનું હેલ્મેટ પહેરવું ફરજીયાત કરવામાં આવશે. આ અંગે સરકારે કહ્યું કે, પહેલા જાગૃતતા ફેલાવીશું, પછી તેને અલગ અલગ તબક્કામાં લાગું કરીશું. આ મુદ્દે બન્ને વચ્ચે વિવાદ સર્જાયો હતો. નારાયણસામીનો આરોપ છે કે, ઉપરાજ્યપાલ સરકારના રોજના કામકાજમાં પણ દખલગીરી કરી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે બન્ને વચ્ચે વિવાદમાં દખલગીરી કરતા સ્પષ્ટતા કરી હતી કે પુડ્ડચેરીના ઉપરાજ્યપાલ પાસે કેન્દ્રશાસિત પ્રદેશના દરરોડની પ્રવૃત્તિઓમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

નારાયણસામીએ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકાર પર તેમના પ્રત્યે બમણું વલણ રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, કેન્દ્ર જ્યારે ઈચ્છે ત્યારે તેમની સુવિધા પ્રમાણે અમને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દે છે. પુડ્ડુચેરીની પરિસ્થિતી દિલ્હી જેવી થઈ ગઈ છે. આ એ કેન્દ્ર શાસિત પ્રદેશોની હેરાની છે, જેમાં વિધાનસભા છે. આનાથી સારું તો એ પુડ્ડુચેરીને ટ્રાન્સજેન્ડર જ જાહેર કરી દે.

 

adv

Related News

post
post
post
post
post
post
post