• Home
  • News
  • પુતિને જિનપિંગને કહ્યું- વેલકમ, ડિયર ફ્રેન્ડ:બંને વચ્ચે 4 કલાક બેઠક, પુતિનના ધરપકડ વોરંટ અંગે રશિયાએ ICCને મિસાઈલ હુમલાની ધમકી આપી
post

4 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ માટે બેઇજિંગ પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 19:19:00

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે સોમવારે રાતે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી. પુતિને રાષ્ટ્રપતિ ભવન(ક્રેમલિન)માં જિનપિંગનું સ્વાગત કર્યું. કહ્યું- વેલકમ, ડિયર ફ્રેન્ડ. મેં યુદ્ધ ખતમ કરવાના તમારા પીસ પ્લાનને વાંચ્યો છે. આપણે બંને આ અંગે જલદી ચર્ચા પણ કરીશું.

રશિયાએ ICCને મિસાઈલ હુમલાની ધમકી આપી
રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ને મિસાઇલ હુમલાની ધમકી આપી છે. મેદવેદેવે કહ્યું- ભગવાન અને મિસાઈલથી બચવું કોઈના માટે શક્ય નથી.

હકીકતમાં, 17 માર્ચે, ICCએ યુક્રેનમાં યુદ્ધ અપરાધોના આરોપમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેમના પર યુક્રેનિયન બાળકોના અપહરણ અને દેશનિકાલનો આરોપ છે. ત્યારથી રશિયા ગુસ્સે છે. આઈસીસીને એક નકામું આંતરરાષ્ટ્રીય સંગઠન ગણાવતા મેદવેદેવે પોતાના ટેલિગ્રામ એકાઉન્ટ પર લખેલા નિવેદનમાં ત્યાંના ન્યાયાધીશોને મિસાઈલ હુમલા માટે આકાશ પર નજર રાખવા કહ્યું છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, સાડા ચાર કલાક ચાલેલી ઇન્ફોર્મલ મિટિંગમાં જિનપિંગે રશિયાને રિલાયેબલ પાર્ટનર જણાવ્યા. બંને લીડર્સે સાથે ડિનર પણ કર્યું. પુતિન અને જિનપિંગની મિત્રતા ખૂબ જ ગાઢ છે. જે ડિનર પછી પણ જોવા મળી હતી. પુતિન પર્સનલી જિંનપિંગને તેમની ગાડી સુધી છોડવા ગયા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો. તેમાં જિનપિંગ હોટલ જવા માટે ક્રેમલિનથી રવાના થતાં જોવા મળી રહ્યા છે. પુતિન પણ તેમની સાથે છે. તેઓ જિનપિંગની કાર સુધી તેમની સાથે ગયા.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી જિનપિંગ પહેલીવાર 20 માર્ચે બે દિવસની મુલાકાત માટે મોસ્કો પહોંચ્યા. આજે તેમની વિઝિટનો બીજો દિવસ છે. મોડી સાંજ સુધી લીડર્સ વચ્ચે ઓફિશિયલ વાતચીત થશે.

યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે જિનપિંગ
ક્રેમલિન પહોંચેલા જિનપિંગે પુતિન સાથે મુલાકાત કરતાં પહેલાં કહ્યું હતું- મારી વિઝિટનો ધ્યેય યુદ્ધ ખતમ કરવાનો છે. ઉકેલ એવો હોવો જોઈએ કે જે બંને પક્ષને મંજૂર હોય. હું યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કી સાથે પણ વાતચીત કરીશ. જિનપિંગ ઇચ્છે છે કે પુતિન અને ઝેલેન્સ્કીને ઓછામાં ઓછા સીઝફાયર માટે રાજી કરાવી લે. તે પછી ડિપ્લોમેટિક ચેનલ્સ ખૂલી જશે અને ચીનને ગ્લોબલ લીડર કહેવામાં આવશે.

બાઇલેટરલ ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કરશે
બંને નેતાઓ રશિયા અને ચીન વચ્ચે વ્યાપક અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ચર્ચા કરશે. સાથે જ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં રશિયા-ચીન સહયોગને ગાઢ કરવા અંગે પણ વાતચીત થશે. આ સિવાય જિનપિંગ અને પુતિન એક બાઇલેટરલ ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરશે. આ ડોક્યુમેન્ટ સાથે જોડાયેલી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ત્રણ મહિના પહેલાં બંને નેતાઓએ ફોન ઉપર વાત કરી હતી
30
ડિસેમ્બર 2022ના રોજ શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિનની 8 મિનિટ સુધી વીડિયો કોલ ઉપર વાત થઈ હતી. આ દરમિયાન પુતિને બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા અંગે કહ્યું હતું. આ અંગે શી જિનપિંગે કહ્યું હતું કે વિશ્વમાં ચાલી રહેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ચીન રશિયાને વ્યૂહાત્મક સહયોગ આપવા તૈયાર છે.

 

'નો લિમિટ' કરારે બંને દેશોને મજબૂત ભાગીદાર બનાવ્યા
યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યા પછી બંને દેશોએ 'નો લિમિટ' વ્યૂહાત્મક ભાગીદારી પર સહી કરી હતી. યુરોપિયન દેશોની પાબંદી પછી ચીને રશિયાના તેલ અને ગેસની ખરીદીને વધારી દીધી છે. તેના બદલામાં રશિયા પણ તાઇવાનના મામલે ચીનનો સાથ આપી રહ્યું છે. ચીન હંમેશાં તાઇવાનને પોતાનો ભાગ ગણાવતું આવ્યું છે. ત્યાં જ, પુતિન પણ તાઇવાનને ચીનનો અભિન્ન ભાગ માની રહ્યા છે.

રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વિદેશ મુલાકાત અર્થે રશિયા પહોંચ્યા જિનપિંગ
2012
માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા પછી જિનપિંગ પોતાની પહેલી મુલાકાત અર્થે રશિયા ગયા હતા. તેઓ માર્ચ 2013માં મોસ્કો પહોંચ્યા હતા. ચીને હંમેશાં રશિયાનો સાથ આપ્યો છે. સપ્ટેમ્બર 2022માં સમરકંદમાં SCO બેઠક થઈ હતી. ત્યારે શી જિનપિંગ અને પુતિનની મુલાકાત થઈ હતી.

ત્યાં જ, 4 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ માટે બેઇજિંગ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે રશિયા 'વન ચાઇના પોલિસી'નું સમર્થન કરે છે. બંને દેશોએ એકબીજાના હિતની રક્ષા માટે સહયોગની વાત પણ કહી હતી. તેમાં તેમની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને ડોમેસ્ટિક મામલે કોઈ અન્ય દેશની દખલ સ્વીકાર ન કરવા જેવી બાબતો સામેલ છે.

જિનપિંગની યાત્રાનો એક અન્ય ધ્યેય- રશિયાને સમર્થન આપવું
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, યુક્રેન ઉપર આક્રમણ પછી જિનપિંગની આ પહેલી યાત્રા છે. તેમાં ચીન પોતાના હિત પ્રમાણે ઘણું પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ચીન ભલે દેખાડો કરે કે તેઓ યુદ્ધ રોકવાની વાત કરી રહ્યા છે, પરંતુ રશિયા સાથે તેમની વધતી નિકટતાનો પુરાવો તેલ-ગેસની આયાતમાં વધારો છે. 2022માં ચીનને ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો 44% અને 100% વધ્યો છે.

ત્યાં જ, ચીનમાંથી રશિયાની નિકાસમાં 12.8%નો વધારો થયો છે. ચીનના સેમિકન્ડક્ટરની સપ્લાય બમણી થઈ ગઈ છે. શીની મુલાકાતના એજન્ડામાં સૌથી વધુ રશિયાથી નવી ગેસ પાઈપલાઈન સુરક્ષિત કરવામાં આવશે. કોઈપણ રીતે યુરોપથી જર્મની જતી નોર્ડ સ્ટ્રીમ 2 રદ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post