• Home
  • News
  • 5 નવેમ્બરથી IPLમાં પ્લે-ઓફ:ક્વોલિફાયર-1 અને ફાઇનલ દુબઈમાં, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 અબુ ધાબીમાં રમાશે
post

આ પહેલા બોર્ડ દ્વારા વુમન્સ T-20 ચેલેન્જ એટલે કે મહિલાઓની IPLનો શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:18:36

BCCIએ રવિવારે IPL 2020ના પ્લેઓફનો શેડ્યૂલ જાહેર કર્યો છે. લીગની ફાઇનલ 10 નવેમ્બરે દુબઈમાં રમાશે. ક્વોલિફાયર-1 5 નવેમ્બરે દુબઈમાં રમાશે, જ્યારે એલિમિનેટર 6 અને ક્વોલિફાયર-2 8 નવેમ્બરે અબુ ધાબીમાં રમવામાં આવશે. બીજી તરફ, વુમન્સ ચેમ્પિયનશિપની બધી મેચ શારજાહમાં થશે.

લીગની 14 મેચ બાકી, પ્લે-ઓફમાં 3 ટીમોની જગ્યા લગભગ નક્કી
લીગમાં રવિવાર સુધીમાં 45 મેચ રમાઈ ગઈ છે અને હવે 14 મેચ બાકી છે. અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-3માં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. તેમનું પ્લે-ઓફમાં પહોંચવું લગભગ નક્કી છે. જોકે, પ્લે-ઓફમાં ચોથી ટીમ માટે 4 ટીમો વચ્ચે સારી ફાઇટ જામશે. ચેન્નાઈ આ રેસમાંથી લગભગ બહાર થઇ ગઈ છે.

પ્લેઓફનો શેડ્યૂલ:

તારીખ

મેચ

સ્થળ

સમય

5 નવેમ્બર

ક્વોલિફાયર 1

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

સાંજે 7:30 વાગે

6 નવેમ્બર

એલિમિનેટર

શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી

સાંજે 7:30 વાગે

8 નવેમ્બર

ક્વોલિફાયર 2

શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી

સાંજે 7:30 વાગે

10 નવેમ્બર

ફાઇનલ

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

સાંજે 7:30 વાગે

વુમન્સ T-20 ચેલેન્જ શારજાહમાં રમાશે
આ પહેલા બોર્ડ દ્વારા વુમન્સ T-20 ચેલેન્જ એટલે કે મહિલાઓની IPLનો શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં 3 ટીમો સુપરનોવાસ, વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે ફાઇનલ સહિત 4 મેચ રમાશે. ફાઇનલ 9 નવેમ્બરે રમવામાં આવશે. હરમનપ્રીત કોર સુપર નોવાસ, મિતાલી રાજ વેલોસિટી અને સ્મૃતિ મંધાના ટ્રેલબ્લેઝર્સની કપ્તાની કરશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરનોવાસ અને રનરઅપ વેલોસિટી વચ્ચે 4 નવેમ્બરે રમાશે.

T-20 ચેલેન્જનો શેડ્યૂલ:

તારીખ

મેચ

સમય

4 નવેમ્બર

સુપરનોવાસ vs વેલોસિટી

સાંજે 7.30 વાગે

5 નવેમ્બર

વેલોસિટી vs ટ્રેલબ્લાઝર્સ

બપોરે 3.30 વાગે

7 નવેમ્બર

ટ્રેલબ્લાઝર્સ vs સુપરનોવાસ

સાંજે 7.30 વાગે

9 નવેમ્બર

ફાઇનલ

સાંજે 7.30 વાગે

વુમન્સ T-20 ચેલેન્જ 2020 માટેની ત્રણેય ટીમો:
સુપરનોવાસ: હરમનપ્રીત કોર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, ચમારી અતાપ્ટ્ટુ, પ્રિયા પુનિયા, અનુજા પાટિલ, રાધા યાદવ, તાન્યા ભાટિયા (વિકેટકીપર), શશિકલા શ્રીવર્દને, પૂનમ યાદવ, શકીરા સલમન, અરુંધતી રેડ્ડી, પૂજા કુમારી, આયુષી સોની, આયાબોન્ગા ખકા, અને મુસ્કાન મલિક.

ટ્રેલબ્લાઝર્સ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (ઉપ-કપ્તાન), પૂનમ રાઉત, રિચા ઘોષ, ડી હેમલતા, નુઝત પરવીન (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ઝુલન ગોસ્વામી, સિમરન દિલ બહાદુર, સલમા ખાટૂન, સોફી એકલેસ્ટોન, ડીઆન્ડ્રા ડોટિન અને કાશ્વી ગૌતમ.

વેલોસિટી: મિતાલી રાજ (કેપ્ટન), શેફાલી વર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, સુષ્મા વર્મા (વિકેટકીપર), એકતા બિષ્ટ, માનસી જોશી, શિખા પાંડે, દેવિકા વૈદ્ય, દિવ્યદર્શિની, મનાલી દક્ષિણી, લેગ કાસ્પરેક, ડેનિયલ વ્હાઇટ, સુન લુસ, જહારા આલમ અને એમ. અનાગ.

 

adv

Related News

post
post
post
post
post
post
post