• Home
  • News
  • સરખેજ અને સરસપુરમાં ક્વોરન્ટીન સેન્ટર ઊભા કરવામાં આવશે, 800થી વધુ લોકો રાખી શકાશે
post

ઈશા ફાઉન્ડેશન અને જામિયા ફૈઝાનુલના મૌલવીની ખાતરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 10:08:49

અમદાવાદ:  દિલ્હી મરકજમાં ગયેલા તબલીગીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરના કોટ વિસ્તારમાં મ્યુનિ. હેલ્થ વિભાગે ટેસ્ટિંગ વધારી દીધું છે. ઈશા ફાઉન્ડેશનના મૌલવી હબીબ અહેમદ સાહેબે ખાતરી આપી છે કે, અમારા ટ્રસ્ટની બિલ્ડિંગમાં આઈસોલેશન વોર્ડ બનાવી 800થી વધુ લોકોને રાખી શકાય તેમ હોવાની માહિતી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મ્યુનિ. કમિશનરને પત્રી જાણ કરી છે. સરખેજમાં આવેલ ઈકરા હોસ્પિટલમાં 150 લોકોને જ્યારે ગુલ્લીવાળા મદ્રેસાના ટ્રસ્ટીઓ મુફ્તિ યાહ્યા સાહેબ તથા મુફ્તી રઉફ સાહેબ મદ્રેસામાં 300 લોકોને આઈસોલેશન કરી શકાય તેવી સુવિધા આપવાની ખાતરી આપી છે. સરસપુરની હોસ્ટેલ ઓફ જામિયા ફૈઝાનુલના કુરાનમાં પણ 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post