• Home
  • News
  • કુતુબ મિનાર રાષ્ટ્રીય સ્મારક છે, કોઈ ધર્મની પૂજાને મંજૂરી નથી : 9 જૂને કોર્ટનો ચુકાદો
post

આ પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સોગંદનામુ કરીને કહ્યુ છે કે, કુતુબ મિનાર એક નિર્જિવ ઈમારત છે અને ત્યાં પૂજા પાઠ કરવા માટે કોઈને કાયદાકીય હક નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 16:47:35

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર પરિસરમાં 27 હિન્દુ અને જૈન મંદિરોના જિર્ણોધ્ધાર કરવાના મામલામાં થયેલી પિટિશન પર કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે.

આ મામલે કોર્ટ 9 જૂને ચુકાદો આપશે. આ પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સોગંદનામુ કરીને કહ્યુ છે કે, કુતુબ મિનાર એક નિર્જિવ ઈમારત છે અને ત્યાં પૂજા પાઠ કરવા માટે કોઈને કાયદાકીય હક નથી.

મામલાની સુનાવણી દરમિયાન પિટિશન કરનારા વ્યક્તિએ કહ્યુ હતુ કે, જો એક વખત કોઈ જગ્યાએ ભગવાનની સ્થાપના થઈ છે તો ત્યાં કાયમ માટે ભગવાન રહેવાના છે. મંદિરને તોડી પાડવામાં આવ્યા બાદ પણ તેનુ ચરિત્ર બદલાશે નહીં. આજે પણ ત્યાં દેવી દેવતાઓના ચિત્રો જોઈ શકાય છે. અહીંયા પૂજા કરવાનો અધિકાર પણ મળવો જોઈએ.

કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના વકીલની દલીલો પણ કોર્ટે સાંભળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post