• Home
  • News
  • આજે દેશની ધરતી પર લેન્ડ કરશે રાફેલ / રાફેલને લઈને અંબાલામાં કલમ 144, લોકોને કહ્યું- જોવા માટે ધાબે ના ચઢતા, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
post

ફ્રાન્સની ટેન્કરે 30 હજાર ફૂટની ઊંચાઈએ રાફેલમાં ઇંધણ ભર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:04:28

અંબાલા: ભારતીય વાયુદળના સૌથી ઘાતક 5 રાફેલ યુદ્ધ વિમાન બુધવારે પ્રથમવાર દેશની ધરતી પર પહોંચશે. યુએઇના અલધાફરા એરબેઝથી ઉડ્ડયન કર્યા પછી આ વિમાન સીધા હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે. બપોર સુધીમાં વિમાન પહોંચવાની ધારણા છે. 5 વિમાનમાંથી પ્રથમ વિમાનનું વાયુદળની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર અને શૌર્યચક્ર વિજેતા ગ્રૂપ કેપ્ટન હરકીરતસિંહ લેન્ડ કરાવશે. ત્યારપછી બાકીના ચાર વિમાન લેન્ડ કરશે. આ પ્રસંગે વાયુદળના વડા આર.કે. ભદૌરિયા પણ હાજર રહેશે.

મકાનોની અંદરથી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ

·         અંબાલા એરફોર્સ સ્ટેશનની આજુબાજુ કલમ 144 લાગુ કરાઈ છે.

·         એરફોર્સ સ્ટેશન સંબંધિત તમામ સ્થળે ફોટો લેવા પર પ્રતિબંધ

·         એરફોર્સ સ્ટેશનની નજીકના મકાનોની અંદરથી ફોટો નહીં લેવાય.

·         3 કિલોમીટર સુધી ડ્રોન કેમેરાના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો

·         એરફોર્સ સ્ટેશન તરફ જતા રસ્તા પર નાકાબંધ કરવામાં આવી.

·         શહેરમાં તમામ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો

 

adv

Related News

post
post
post
post
post
post
post