• Home
  • News
  • આ ખાસિયતને લીધે પસંદ કરાયા હતાં રાફેલના 5 પાયલટ
post

પાયલટ ટીમના લીડર હરકિરતસિંહને એરફોર્સમાં 21 વર્ષનો અનુભવ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 09:03:54

વીડિયો ડેસ્કઃ રાફેલ વિમાનોને ઉડાડવા માટે ખૂબ જ અનુભવી પાયલટોને પસંદ કરવામાં આવ્યા હતા. આ ટીમના નેતૃત્વની જવાબદારી ગ્રુપ કૅપ્ટન હરકીરત સિંહને સોંપાઈ હતી. તેમની ટીમમાં દક્ષિણ કાશ્મીરથી એર કોમોડોર હિલાલ અહેમદ રાથર, યૂપીના બલિયાથી કોમોડોર મનીષ સિંહ, રાજસ્થાનના જાલોરથી વિંગ કમાન્ડર અભિષેક ત્રિપાઠી પણ સામેલ હતાં.

પાયલટ ટીમના લીડર હરકિરતસિંહને એરફોર્સમાં 21 વર્ષનો અનુભવ છે. તેઓ 17માં સ્કવૉડ્રન ગોલ્ડન એરોના કમાન્ડિંગ ઑફિસર છે. પહેલાં તે મિગ-21ના પાઇલટ હતાં. મિગ-21 બાઇસનમાં પણ તે ઉડાન ભરી ચૂક્યા છે. લગભગ 4 કિમીની ઉંચાઈ પર અવરોધ પ્રકિયા દરમિયાન તેમણે પ્લેનમાં આગ લાગી અને ત્રણ બ્લાસ્ટ થયાં હતાં. આ ઉપરાંત હરકીરત સિંહે તરત જ આગ પર કાબૂ મેળવી પ્લેનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના હિલાલ અહમદ રાથર પણ એરફોર્સના બેસ્ટ પાયલટ પૈકીના એક છે. હિલાલનો અભ્યાસ જમ્મુના નગરોટા ગામમાં સૈનિક સ્કૂલમાં થયો હતો. 17 ડિસેમ્બર, 1988માં તે ફાઇટર પાયલટ તરીકે એરફોર્સમાં જોડાયા હતા. વર્ષ 1993માં ફ્લાઇટ લેફ્ટનન્ટ બની ગયા હતા. જ્યારે 2004માં વિંગ કમાન્ડર, 2016માં ગ્રુપ કૅપ્ટન અને 2019માં એર કોમોડોર બન્યા હતાં. મિરાજ -2000, મિગ-21 અને કિરણ એરક્રાફ્ટ પર ઉડાન દરમિયાન હિલાલે અત્યાર સુધી લગભગ 3000 કલાક પસાર કર્યા છે.

ઉત્તરપ્રદેશના મનીષસિંહે પ્રારંભિક શિક્ષણ બલિયામાં મેળવ્યું હતું. ત્યારપછી તે સૈનિક સ્કૂલમાં જોડાયા હતા. મનીષ વર્ષ 2002માં ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બન્યા હતા. અંબાલા અને જામનગર પછી વર્ષ 2017-18માં તેમને ગોરખપુરમાં તહેનાત કરવામાં આવ્યા હતાં. રાફેલ ડીલ પછી મનીષને તાલીમ માટે ફ્રાન્સ મોકલવામાં આવ્યાં હતાં.

રાજસ્થાના જાલોરના અભિષેક ત્રાપાઠીએ કુશ્તીના દાવ-પેચમાં મહારત હાંસલ કરી છે. બાળપણમાં તેમણે અનેક અખાડામાં પોતાની તાકાત બતાવી છે. અત્યારે આકાશમાં સૌથી શક્તિશાળી ફાઇટર જેટમાંથી એકમાં બેસી દુશ્મનનોને તેમના હોવાનો અહેસાસ કરાવી રહ્યાં છે.

આ તરફ રોહિત કટારિયા દોઢ વર્ષ સુધી પેરિસમાં ટ્રેનિંગ લીધા પછી બુધવારે રાફેલ વિમાનને લઈ અંબાલા પહોંચ્યા હતાં. અહીં પહોંચતા જ તેમને ગ્રુપ કૅપ્ટનનું પદ સોંપી દેવામાં આવ્યું. આ પદોન્નતિ લગભગ તેમને ત્રણ મહિના પહેલા મળી હતી. વિદેશમાં હોવાને લીધે તે લાગૂ થઈ શકી નહોતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post