• Home
  • News
  • આઠ ‘અજેય’ ટેસ્ટ કેપ્ટનોની ક્લબમાં સામેલ થયો રહાણે
post

પેન ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં 13મા સ્થાને, 48% મેચ જ જીતી શક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 12:36:53

અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક વિજય અપાવ્યો છે. રહાણેએ કેપ્ટન તરીકે 5 ટેસ્ટમાંથી 4 જીતી છે. એક મેચ ડ્રો રહી છે. એટલે કે, તે એક પણ ટેસ્ટ હાર્યો નથી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રહાણે ઉપરાંત 8 બીજા કેપ્ટન પણ ક્યારેય ટેસ્ટ હાર્યા નથી. જેમાં ઓસ્ટ્રેલિયાના 5 અને ઈંગ્લેન્ડના ત્રણ કેપ્ટન છે. ઓસ્ટ્રેલિયાના વાર્વિક આર્મસ્ટ્રોંગે હાર્યા વગર 8 મેચ જીતી છે.

કેપ્ટન

દેશ

વર્ષ

મેચ

જીત

આર્મસ્ટ્રોંગ

ઓસ્ટ્રેલિયા

1920-1921

10

8

ક્લોસ

ઈંગ્લેન્ડ

1966-1967

7

6

ફ્રાઈ

ઈંગ્લેન્ડ

1912-1912

6

4

રહાણે

ભારત

2017-2021

5

4

રિચર્ડસન

ઓસ્ટ્રેલિયા

1935-1936

5

4

ક્રેગ

ઓસ્ટ્રેલિયા

1957-1958

5

3

જેક્સન

ઈંગ્લેન્ડ

1905-1905

5

2

માન

ઈંગ્લેન્ડ

1948-1949

7

2

કાર

ઈંગ્લેન્ડ

1926-1929

6

1

100 કેપ્ટન એક પણ ટેસ્ટ જીતી શક્યા નથી, આપણાં પણ 12

દુનિયાના 100 કેપ્ટન એવા પણ છે, જે એક ટેસ્ટ પણ જીતી શક્યા નથી. બાંગ્લાદેશનો અશરફૂલ 13માંથી 12 ટેસ્ટ હાર્યો અને એક ડ્રો રહી છે. ભારતના 12 કેપ્ટન પણ આ યાદીમાં છે. વિનુ માંકડે સૌથી વધુ 6 મેચમાં કેપ્ટશિપ કરી, જેમાં 1 હાર્યા, 5 ડ્રો રહી છે.

પેન ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં 13મા સ્થાને, 48% મેચ જ જીતી શક્યો છે
ભારત સામે 1-2થી સીરિઝ હાર્યા પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનને દૂર કરવાની વાતો ચાલે છે. તેના પાછળ કારણ પણ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનની બાબતે તે 13મા નંબરે છે. તેણે 23માંથી માત્ર 11 મેચ જ જીતી છે. એટલે કે, 48 ટકા.

ક્રમ

કેપ્ટન

મેચ

જીત%

હાર%

1

વાર્વિક આર્મસ્ટ્રોંગ

10

80

0

2

સ્ટીવ વો

57.00

72

16

3

ડોન બ્રેડમેન

24.00

63

13

4

રિકી પોન્ટિંગ

77.00

62

21

5

લિંડસે હેસેટ

24

58

17

13

ટિમ પેન

23

48

35

 

adv

Related News

post
post
post
post
post
post
post