• Home
  • News
  • રાહુલે પૂછ્યું- અદાણી સાથે PMને શું સંબંધ છે:રાહુલે કહ્યું- 2014માં તેઓ અમીરોની યાદીમાં 609માં નંબર પર હતા, જાદુ થયો અને નંબર 2 પર આવી ગયા
post

તેમણે આગળ કહ્યું, વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વન બિલિયન ડોલરની લોન અદાણીને આપી દે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 17:51:55

નવી દિલ્હી: લોકસભામાં મંગળવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં તામિલનાડુથી લઈને કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ....બધી જગ્યાએ એક જ નામ સાંભળવા મળ્યું....અદાણી. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 2014માં અદાણી 609 નંબર પર હતા. સૌથી પાછળ. એના પછી જાદુ થયા બાદ બીજા નંબર પર આવી ગયા. હિમાચલમાં સફરજનની વાત થાય છે તો અદાણીજી. કાશ્મીરમાં સફરજનની વાત તો અદાણીજી. પોર્ટ અને એરપોર્ટ બધી જગ્યાએ અદાણીજી, રસ્તા પર જઈ રહ્યા હોય તો અદાણીજી.

રાહુલે વધુમાં કહ્યું હતું કે લોકોએ પૂછ્યું કે અદાણીજીને સફળતા કેવી રીતે મળી. સૌથી જરૂરી સવાલ એ છે કે તેમના ભારતના વડાપ્રધાનની સાથે શું સંબંધ છે અને કેવો સંબંધ છે?

અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યાં
એરપોર્ટની વાત કરે છે. કેટલાંક વર્ષો પહેલાં સરકારે ભારતના એરપોર્ટ ડેવલપ કરવા માટે આપ્યાં હતાં. નિયમ હતો, કોઈપણ જેને પહેલા કોઈ અનુભવ ન હોય તેઓ એમાં સામેલ થઈ શકશે નહીં. આ નિયમને ભારતની સરકારે બદલી નાખ્યો. એ સમયે મીડિયામાં આ બાબતે ચર્ચા થઈ હતી. નિયમો નેવે મૂકીને અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યાં. વિશ્વના સૌથી નફાકારક મુંબઈ એરપોર્ટને GVK દ્વારા હાઇજેક કરવામાં આવ્યું. CBI અને EDનો ઉપયોગ કરીને ભારતના એ એરપોર્ટને અદાણીજીને સોંપી દીધાં. પરિણામ એ આવ્યું કે આજે અદાણીજીએ ભારતનાં 24% એરપોર્ટ લઈ લીધાં છે. ભારત સરકાર અને વડાપ્રધાને અદાણીને આ સુવિધા આપી છે.

તેમણે સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે અમે વિદેશનીતિ વિશે વાત કરીએ છીએ. ચાલો... ડિફેન્સથી શરૂ કરીએ. અદાણીજીને ડિફેન્સમાં ઝીરો અનુભવ હતો. ગઈકાલે મેં વડાપ્રધાનને HALમાં જોયા. તેમણે કહ્યું હતું કે તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે 126 એરોપ્લેન માટે HALનો કોન્ટ્રેક્ટ હતો, એ અનિલ અંબાણીને મળ્યો. તેઓ નાદાર થઈ ગયા. અદાણીજીનો ડિફેન્સમાં ઈન્ટ્રેસ્ટ જુઓ. ઇઝરાયલની એક કંપની સાથે સૈન્ય માટે ડ્રોનને રી-ફિટ કરે છે. ભારતની અન્ય કંપનીઓ પણ આ કામ કરે છે. વડાપ્રધાન ઇઝરાયલ જાય છે અને પછી અદાણીજીને કોન્ટ્રેક્ટ મળી જાય છે. તેમની પાસે 4 ડિફેન્સ કંપની છે. તેમણે ક્યારેય આ કામ કર્યું નથી. વડાપ્રધાન ઈઝરાયલ જાય છે, ત્યાંના વડાપ્રધાન સાથે બીચ પર ચાલે છે. એ પછી અદાણીને ડિફેન્સ મેઇન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ, ઇઝરાયલી ડ્રોન અને નાનાં હથિયારોનો કોન્ટ્રેક્ટ મળી જાય છે, એમાં પેગાસસ પણ છે.

તેમણે આગળ કહ્યું, વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વન બિલિયન ડોલરની લોન અદાણીને આપી દે છે. ત્યાર બાદ બાંગ્લાદેશમાં ગયા તો ત્યાં ઈલેક્ટ્રિસિટી વેચવાનો નિર્ણય લેવામાં આવે છે. થોડા દિવસો બાદ બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણીજી સાથે 25 વર્ષનો કરાર કર્યો.

ખેડૂતોએ કહ્યું- અમારી જમીન છીનવી લેવામાં આવે છે
રાહુલે કહ્યું- યાત્રા દરમિયાન યુવકો પાસે આવતા હતા અને કહેતા હતા કે હું બેરોજગાર છું, તો હું વિચારતો હતો કે બેરોજગાર કેમ છે, શું કારણ છે. હજારો લોકો સાથે વાતચીત થઈ. મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય આવું સાંભળ્યું નહોતું. હજારો ખેડૂતો આવ્યા. પીએમ વીમા યોજનાની વાત કરી. ખેડૂતોએ કહ્યું, અમે રૂપિયા ભરીએ છીએ, વાવાઝોડું આવે છે તો બધા રૂપિયા તાણી જાય છે. ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે તેમની જમીન છીનવી લેવામાં આવે છે અને તેમને યોગ્ય ભાવ પણ નથી મળતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post