• Home
  • News
  • રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં હાવર્ડના હેલ્થ એક્સપર્ટે કહ્યું- કોરોનાની વેક્સિન આવતા વર્ષ સુધી આવવાની આશા, ભારતને 50-60 કરોડ વેક્સીનની જરૂર પડશે
post

રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવા માટે એક સીરિઝની શરૂઆત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:52:40

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવા માટે એક સીરિઝની શરૂઆત કરી છે જેમાં તે નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે. જેના સંદર્ભમાં રાહુલે બે નિષ્ણાત સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર આશીષ ઝા અને સ્વીડનના પ્રોફેસર જોહાન સાથે ચર્ચા કરી હતી.  કોરોનાની વેક્સીન અંગે પ્રોફેસર ઝાએ કહ્યું કે,પહેલી વેક્સીન આગામી વર્ષ સુધી આવી શકે છે, ભારત માટે 50-60 કરોડ વેક્સીનની જરૂર પડશે.

રાહુલ ગાંધીઃ લોકડાઉન અંગે શું વિચાર છે? આથી મનોવિજ્ઞાન પર અસર થાય છે, એ કેટલું મુશ્કેલ?
પ્રોફેસર ઝાઃ લોકડાઉન અંગે ઘણા પ્રકારના વિચાર છે, લોકડાઉનના કારણે તમે વાઈરસના ફેલાવાની ગતિને ધીમી કરી શકો છો.  જો વાઈરસને અટકાવવો હોય તો માત્ર જે પીડિત છે, તેને સમાજથી અલગ કરી શકો છો. તેના માટે ટેસ્ટિંગ જરૂરી છે. લોકડાઉન તમને તમારી ક્ષમતા વધારવાનો સમય આપે છે. કારણ કે લોકડાઉનથી અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી શકે છે. જો લોકડાઉનનો ઉપયોગ આપણી ક્ષમતામાં વધારો કરવા માટે નહીં કરવામાં આવે, તો ઘણું નુકસાન થઈ શકે છે.

રાહુલ ગાંધીઃ લોકડાઉનના કારણે મજૂરો પર પણ ઘણી ખરાબ અસર પડી છે, કારણ કે મજૂરોને ખબર નથી કે આ બધું ક્યારે પતશે અને કામ ક્યારે મળશે?
પ્રોફેસર ઝાઃ કોરોના વાઈરસ એક બે મહિનામાં નહીં જાય, આ વાઈરસ 2021 સુધી રહેશે. દરરોજ કમાઈને ખાતા મજૂરો પાસે મદદ પહોંચાડવાની જરૂર છે. જેથી તેમને વિશ્વાસ મળી શકે કે આ બધું ઝડપથી ઠીક થઈ જશે. લોકડાઉનથી કેવું નુકસાન થશે કોઈને ખબર નથી, પણ તમે નુકસાનને ઓછું કરવાના પ્રયાસ કરી શકો છો.


રાહુલ ગાંધીઃ ટેસ્ટિંગ અંગે કયા પ્રકારની રણનીતિ અપનાવવી જોઈએ?
પ્રોફેસર ઝાઃ તાઈવાન-સાઉથ કોરિયા જેવા દેશોએ ટેસ્ટિંગના મામલે સારી કામગીરી કરી છે. ટેસ્ટિંગ જરૂરી છે અને તેના પછી વિસ્તારને ઓળખી કાઢવા પડશે કે ક્યાં કેસ સૌથી વધારે છે. કોઈ પણ વ્યક્તિ જે હોસ્પિટલ આવે છે, તેનો ટેસ્ટ કરવો જરૂર છે ભલે પછી તે ગમે તે કારણથી આવ્યો હોય. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મીઓ અંગે આક્રમકતાથી ટેસ્ટિંગ જરૂરી છે.

રાહુલ ગાંધીઃ ભારતમાં એવા ઘણા યુવાન છે, જેમને શ્વાસ, ડાયાબિટીસ જેવી બિમારી છે તો યુવાનો કોરોનાનો સામનો કેવી રીતે કરે?
પ્રોફેસર ઝાઃ જો કોઈ પુરી રીતે સ્વસ્થ છે, તેને કોરોના વાઈરસ નહીં થાય એવો વિચાર ખોટો છે. એવામાં યુવાનો અને ખુલ્લામાં કામ કરતા લોકો અંગે ખાસ તૈયારી કરવી જોઈએ.

રાહુલ ગાંધીઃ ગરમીથી કોરોના વાઈરસ ખતમ થઈ જશે, આ પ્રકારના તર્ક વિશે તમે શું કહેશો?
પ્રોફેસર ઝાઃ એવી પણ વાતો છે કે બીસીજી વેક્સીનથી કોરોના વાઈરસ ઠીક થઈ શકે છે પણ મારા હિસાબથી આ જોખમી હશે. કારણ કે હાલ ઘણા પ્રકારના મંથન ચાલી રહ્યા છે અને રિસર્ચ પછી જ કંઈ પણ કહી શકાશે. કોરોના અંગે ઘણા પ્રકારના પુરાવા છે કે હવામાનની અસર તેના પર થાય છે, જો લોકો વધારે બહાર રહેશે તો કોરાના વધારે ફેલાશે. પણ ગરમીમાં કોરોના ફેલાવાનો અટકી જશે, આવું તર્ક આપવું યોગ્ય નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post