• Home
  • News
  • રાહુલ ગાંધી ફરી બદલશે ઘર : સોનિયા ગાંધીના ઘરેથી નવા 3 BHK મકાનમાં થશે શિફ્ટ
post

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટુંક સમયમાં સાઉથ દિલ્હીમાં નિજામુદ્દીન ઈસ્ટના ઘરમાં શિફ્ટ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 19:05:57

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટુંક સમયમાં સાઉથ દિલ્હીમાં નિજામુદ્દીન ઈસ્ટના ઘરમાં શિફ્ટ થવાની તૈયારીમાં છે. આ ઘરમાં ત્રણ બેડરૂમ, 1 હોલ અને 1 કિચન છે. રાહુલ જ્યાં સુધી સાંસદ હતા ત્યા સુધી તેઓ 19 વર્ષ સુધી તુગલક લેન વિસ્તારમાં સરકારી બંગલામાં રહેતા હતા. સંસદ પદ ગુમાવ્યા બાદ તેઓ સોનિયા ગાંધીના 10 જનપથવાળા બંગલામાં શિફ્ટ થયા હતા.

સ્વ.શીલા દિક્ષીતના મકાનમાં શિફ્ટ થશે રાહુલ ગાંધી

મીડિયા અહેવાલો મુજબ જે ઘરમાં રાહુલ ગાંધી શિફ્ટ થવાના છે, તે ઘર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દિવંગત કોંગ્રેસ નેતા શીલા દિક્ષીતનું છે. રાહુલનું નવું ઘર 1500 સ્કેવરફુટનું છે. આ ઘરમાંથી હુમાયુનો મકબરો જોવા મળે છે અને થોડે દૂર નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ પણ આવેલી છે. ડિસેમ્બરમાં રાહુલ જ્યારે દિલ્હી આવ્યા ત્યારે તેમણે આ દરગાહની મુલાકાત લીધી હતી. અહેવાલો અનુસાર, રાહુલ ટૂંક સમયમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થશે.

આ ઘરમાં શીલા દિક્ષિત 12 વર્ષ સુધી રહ્યા

રાહુલ જે ઘરમાં શિફ્ટ થવાના છે, તે ઘરમાં શીલા દિક્ષિત 1991થી 1998 સુધી, ત્યારબાદ 2015થી 2019 સુધી રહ્યા હતા. તાજેતરમાં જ શિલા દિક્ષિતના પુત્ર સંદીપ સંદીપ દિક્ષિતે નોટિસ જારી કરને તેમના ઓળખીતાઓને જણાવ્યું હતું કે, તેઓ પણ આ સોસાયટીના એ5માં શિફ્ટ થવાના છે. 

રાહુલ ગાંધીએ એપ્રિલમાં ખાલી કર્યો હતો સરકારી બંગલો

રાહુલ ગાંધીએ આ વર્ષે 24 માર્ચે સંસદ પદ રદ થયા બાદ 22મી એપ્રિલે તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારથી તેઓ માતા સોનિયા ગાંધીની સાથે તેમના 10 જનપથ પર રહે છે. ત્યારબાદ દેશભરમાંથી કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓએ અને મોટા નેતાોએ રાહુલને તેમના ઘરમાં રહેવાની ઓફર આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post