• Home
  • News
  • રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં, સુરત ખાતે 10એ અને અમદાવાદમાં 11મીએ
post

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-09 14:51:27

સુરતઃ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રહેશે. બે જુદાજુદા કેસમાં તે પહેલા 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં હાજરી આપશે. જ્યારે બીજા દિવસે અમદાવાદમાં 11મીએ કોર્ટમાં હાજર થશે. ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમએવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આગામી 10મી સપ્ટેમ્બરના રોજની મુદત છે. કોંગ્રેસી અને કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુદતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. આજે બુધવારે કોંગ્રેસની એક પત્રકાર પરિષદ પણ છે.

બેંગ્લોરથી 100 કિમી દુર તા. 13મી એપ્રિલ, 2019ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડનોે પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post