• Home
  • News
  • રાહુલને સરકારી બંગલો ખાલી કરવો પડશે:લોકસભાની હાઉસિંગ કમિટીએ નોટિસ મોકલી; ગૃહમાં કાળાં કપડાંમાં વિપક્ષનું પ્રદર્શન
post

સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:51:31

નવી દિલ્હી: રાહુલ ગાંધીનું સાંસદનું સભ્યપદ ગયા પછી લોકસભા હાઉસિંગ કમિટીએ તેમને સરકારી આવાસ ખાલી કરવાને લઈને નોટિસ આપી છે. કમિટીએ 22 એપ્રિલ સુધી 12 તુગલક રોડ નું સરકારી આવાસ ખાલી કરવાને લઈને આદેશ આપ્યો છે. નોટિસ પછી રાહુલને એક મહિનાની અંદર ઘર ખાલી કરવું પડશે.

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી, જે બાદ ગયા શુક્રવારે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

વિપક્ષનો બ્લેક પ્રોટેસ્ટ, સોનિયા પણ કાળાં કપડાં પહેરીને સંસદ પહોંચ્યા
સોમવારે વિપક્ષે અદાણી કેસ મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. તેમાં 17 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. સોનિયા ગાંધી પણ કાળાં કપડાં પહેરીને સંસદ પહોંચ્યા હતા. બીજી તરફ વિપક્ષી સાંસદોએ લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. એક સાંસદ તો લોકસભા સ્પીકર ઓમ બિરલાની સીટ પર પહોંચ્યા અને કાળું કપડું લહેરાવવાનું શરૂ કર્યું. આ જોઈને સ્પીકરે બેઠક સ્થગિત કરી દીધી અને ચાલ્યા ગયા.

વાસ્તવમાં, સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ હંગામાને કારણે મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ખડગેએ કહ્યું- લોકશાહી માટે કાળો અધ્યાય
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું- લોકશાહી માટે કાળો અધ્યાય! શાસક પક્ષ પહેલીવાર સંસદને ઠપ્પ કરી રહ્યા છે. શા માટે? કારણ કે મોદીજીના બેસ્ટ ફ્રેન્ડનાં કાળાં કાર્યોનો પર્દાફાશ થઈ રહ્યો છે! એકજૂથ વિપક્ષ JPCની માંગ પર કાયમ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post