• Home
  • News
  • 'રાહુલ યોદ્ધા છે, સત્યનું કવચ પહેરે છે':UPમાં પ્રિયંકાએ કહ્યું-'અદાણી અને અંબાણીએ મોટા નેતાઓને ખરીદ્યા, ભાઈને ખરીદી ન શક્યા'
post

રાશિદ અલ્વીએ કહ્યું- ભાજપ સરકાર નફરતનું તોફાન

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 19:31:01

કોંગ્રેસની ભારત જોડો યાત્રા UPના ગાઝિયાબાદ પહોંચી છે. અહીં લોની બોર્ડર પર બનેલા સ્ટેજ પર રાહુલ અને પ્રિયંકા સાથે નજર આવ્યાં. સ્ટેજ પર પ્રિયંકાએ પોતાના ભાઈ રાહુલ ગાંધીને યોદ્ધા ગણાવ્યો.

તેમણે કહ્યું-'મારા મોટા ભાઈ...આ બાજુ જુઓ, સૌથી વધુ ગર્વ તમારા પર છે. સત્તાનું પૂરું જોર લગાવવામાં આવ્યું. સરકારે હજારો કરોડ રૂપિયા ખર્ચ કર્યા, તેમની છબિ ખરાબ કરવા, પરંતુ તમે ડર્યા નહીં. તેમની પાછળ એજન્સીઓ લગાવવામાં આવી. યોદ્ધા છે...અંબાણી-અદાણીએ મોટા-મોટા નેતાને ખરીદ્યા. દેશના તમામ PSU ખરીદ્યા. દેશનું મીડિયા ખરીદ્યું, પરંતુ મારા ભાઈને ખરીદી ન શક્યા અને ખરીદી પણ શકશે નહીં.'

'રાહુલ સત્યનું કવચ પહેરી ચાલે છે, આથી તેમને ઠંડી નથી લાગતી'
પ્રિયંકાએ આગળ કહ્યું, 'કોઈએ મને પૂછ્યું હતું કે તમારા ભાઈને ઠંડી કેમ નથી લાગતી. તમને ડર નથી લાગતો તેમની સુરક્ષા માટે. મારો જવાબ છે કે તેઓ સત્યનું કવચ પહેરીને ચાલે છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે. બધા સાથે ચાલો. એકતા, સંભાવના અને પ્રેમનો સંદેશ લઈને ચાલો. ત્યાર પછી બંનેએ તમામ લોકોનું અભિવાદન કર્યું. જોકે સ્ટેજ પર રાહુલે કોઈ સ્પીચ આપી નહોતી.'

UPમાં 3 દિવસમાં 130 કિમી ચાલશે રાહુલ
UPમાં રાહુલ ગાંધીએ આજે યાત્રા શરૂ કરતાં પહેલાં દિલ્હીમાં મરઘટ હનુમાનજીનાં દર્શન કર્યા. આ દરમિયાન પૂજારીએ તેમને ગદા પણ આપી. રાહુલે ગદા ઉપાડી હોય તેવો એક ફોટો પણ સામે આવ્યો છે. ભારત જોડો યાત્રા 9 દિવસના બ્રેક પછી મંગળવારે શરૂ થઈ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી UPમાં 3 દિવસમાં લગભગ 130 કિમી ચાલશે.

રાશિદ અલ્વીએ કહ્યું- ભાજપ સરકાર નફરતનું તોફાન
પૂર્વ મંત્રી રાશિદ અલ્વીએ કહ્યું હતું કે કઈ-કઈ સમસ્યાઓનો ઉલ્લેખ કરવો. છેલ્લાં 8 વર્ષમાં દેશની કિસ્મત બદલાઈ ગઈ. ભાજપ સરકાર નફરતનું તોફાન છે. સાધ્વી પ્રજ્ઞા ઘરોમાં છરીઓ તીક્ષ્ણ કરવાનું કહે છે. ક્યારેક તેઓ બુલડોઝર ફિક્સ કરાવવાની વાત કરે છે તો ક્યારેક પાકિસ્તાન મોકલવાની વાત કરે છે. શું આ દેશના પ્રશ્નો છે? તમે રોજગાર, યુવાનો, ખેડૂતોની વાત નથી કરતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post