• Home
  • News
  • UPના પ્રવાસ પહેલા રાહુલની પ્રેસ કોન્ફરન્સ:કોંગ્રેસ નેતાએ કહ્યું- ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ મંત્રી અને તેમના પુત્ર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી
post

લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસાની 6 સભ્યોની એક કમિટી તપાસ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 11:00:10

UPના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે કહ્યું છે કે યુપીમાં ખેડૂતોને કચડી નાખવામાં આવી રહ્યા છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, 'થોડા સમયથી ભારતના ખેડૂતો પર સરકાર દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને જીપ નીચે કચડી નાખવામાં આવી રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના ગૃહ રાજ્યમંત્રીની વાત થઈ રહી છે, તેમના પુત્રની વાત થઈ રહી છે. છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

લખીમપુર ખીરી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં ત્રણ હોટ સ્પોટ બન્યા છે. બહારાઈચમાં જ્યાં રાકેશ ટિકૈતની ઉપસ્થિતિમાં ખેડૂત ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે, સીતાપુરમાં ધરપકડ કરવામાં આવેલ પ્રિયંકા ગાંધીએ જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કર્યો હતો. જેઓ હજી પણ હંગામી જેલમાં જ છે. આ તરફ રાહુલ ગાંધી પણ આજે ઉત્તરપ્રદેશ જેશે. તેઓ લખનઉથી સીતાપુર થઈને લખીમપુર ખીરી જશે.

રાહુલની સાથે પંજાબમાં CM ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના CM ભૂપેશ બધેલ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને સચિન પાયલે પણ જશે. જો કે યોગી સરકારે રાહુલ સહિત આ નેતાઓને મંજૂરી આપી નથી.

રાહુલ 5 સભ્યોના ડેલિગેશન સાથે બપોરે 1:30 વાગે લખનઉ એરપોર્ટ પર પહોંચશે. તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ તેમણે સીતાપુર જવાની મંજૂરી આપવામાં આવી નથી. લખનઉમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બીજી બાજુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના આગમનની માહિતી પર 10 હજાર ખેડૂતો લખીમપુર ખીરીમાં ભેગા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. લખીમપુર ખેરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

પ્રિયંકાએ ધરપકડ પર ઉઠાવ્યા સવાલ પ્રિયંકા ગાંધીએ પોતાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મંગળવારે રાત્રે સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર પ્રદર્શન કરી રહલે કોંગ્રેસનાં કાર્યકરોને ફોન દ્વારા સંબોધન કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે કોઈ ખેડૂત સંઘર્ષ કે આંદોલનમાં પોતાનો જીવ ગુમાવે છે ત્યારે અમે તેને મૃતક નથી માનતા, તેમણે શહીદ કહીએ છીએ. આજે એક એવી કાયર સરકાર છે તે તેમના જ ગૃહ રાજ્યમંત્રી જનતાને ધમકાવી રહ્યા છે. તે જનતાના અવાજથી ડરે છે. તેમના પુત્રએ પોતાની કારથી ખેડૂતોને કચડી નાંખ્યા છે.

તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના
લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસાની 6 સભ્યોની એક કમિટી તપાસ કરશે. લખનઉના IGએ જણાવ્યુ હતું કે આ મામલે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર આશિષ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યો છે. સૂત્રો મુજન, આ કેસની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે બુધવારે કમિટીની જાહેરાત કરવામાં આવશે.

બહરાઈચમાં મૃત ખેડૂતનું ફરીથી પોસ્ટમોર્ટમ, રિપોર્ટ આજે આવશે
લખીમપુર હિંસામાં માર્યા ગયેલા બહરાઈચના ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઊભા કર્યા હતા અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. DM અને SPએ પરિવાર સાથે વાત પણ કરી હતી., પરંતુ તેઓ માન્યા ન હતા. ત્યાર બાદ લખનઉથી હેલિકોપ્ટર દ્વારા PGIના પાંચ ડોક્ટરની ટીમ ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલવામાં આવી હતી. ખેડૂતોની સંતુષ્ટિ માટે તેમની તરફથી 2 ડોકટરોને દેખરેખ માટે રાખવામા આવ્યા હતા. ત્યાર બાદ સાંજે 4.30 વાગે ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેનો રિપોર્ટ આજે આવશે. આજે ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લખીમપુરમા શું-શું થયું હતું ?

·         રવિવારે ખેડૂતોને કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક જીપે ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેમાં 4 ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ ફાટી નીકળેલી હિંસામાં ખેડૂતોએ એક ડ્રાઈવર સહિત ચાર લોકોને ઢોર માર મારીને મારી નાંખ્યા હતા. હિંસામાં એક પત્રકાર પણ માર્યો ગયો હતો.

·         આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 15 લોકો સામે હત્યા અને ફોજદારી ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.

·         સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ હતી. સરકારે મૃતકોના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

·         તમામ મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે, ઘટનાની ન્યાયિક તપાસ અને 8 દિવસમાં આરોપીની ધરપકડનું પણ વચન આપવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post