• Home
  • News
  • રાહુલ વૈદ્ય અને દિશા પરમાર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે! એક્ટ્રેસે હકીકત જણાવી
post

દિશા પરમારે બેબી બમ્પ છુપાવવા માટે ઓવરસાઈઝનો ડ્રેસ પહેર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:46:24

મુંબઈ: દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંને હંમેશાં સાથે જોવા મળે છે. હાલમાં જ દિશા પરમાર મુંબઈની એક રેસ્ટોરાંની બહાર જોવા મળી હતી. જ્યાં દિશા પરમારે ઓવરસાઈઝનો શર્ટ પહેર્યો હતો. દિશા પરમાર તેના પતિ રાહુલ વૈદ્ય સાથે અહીં આવી હતી. દિશા પરમારનો શર્ટ જોયા પછી એવી અટકળો ચાલી રહી છે કે તે પ્રેગ્નન્ટ છે. આ શર્ટમાં દિશા પરમારની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. લોકોનું કહેવું છે કે દિશા પરમારે બેબી બમ્પ છુપાવવા માટે ઓવરસાઈઝનો ડ્રેસ પહેર્યો છે.

રાહુલ વૈદ્યએ બ્લેક કલરનો ટીશર્ટ અને ડેનિમ જ્યારે દિશા પરમારે ઓરેન્જ કલરનો ઓવરસાઈઝ શર્ટ અને ડેનિમમાં જોવા મળી હતી. હવે એક્ટ્રેસના ઓવરસાઈઝ શર્ટ પર બધાનું ધ્યાન ગયું છે. આ કારણે અટકળો શરૂ થઈ ગઈ કે દિશા પ્રેગ્નન્ટ છે.

એક્ટ્રેસ આ બધી કમેન્ટનો જવાબ આપતા પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પ્રતિક્રિયા આપી છે અને પ્રેગ્નેન્સીની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે 'હવે ક્યારેય ફરીથી ઓવરસાઈઝ શર્ટ નહીં પહેરું. જે લોકો જાણવા માગે છે તે લોકોને હું કહેવા માગુ છું કે, હું પ્રેગ્નન્ટ નથી. તેની સાથે જ એક્ટ્રેસે સ્માઈલી ઈમોજી પોસ્ટ કરી છે.

દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્ન 16 જુલાઈ, 2021મા થયા હતા. જેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ અને સિંગર્સ હાજર રહ્યા હતા. રાહુલ વૈદ્ય જ્યારે બિગ બોસ 14ના ઘરમાં હતો ત્યારે તેણે નેશનલ ટીવી પર દિશાને પ્રપોઝ કર્યું હતું.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, દિશા પરમાર હાલ 'બડે અચ્છ લગતે હૈ 2'માં નકુલ મહેતાની ઓપોઝિટમાં પ્રિયાનું પાત્ર ભજવી રહી છે. રાહુલ અને દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમના જીવનની કેટલીક ક્ષણો ફેન્સ સાથે શેર કરતા રહે છે.

adv

Related News

post
post
post
post
post
post
post