જય શાહે કહ્યું- ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં જબરદસ્ત પ્રતિભા અને સમર્પણ બતાવ્યું
Written By newsonline | Ahmedabad | Published: 2024-07-01 11:59:51
નવી દિલ્લી: T-20
વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને BCCI
125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપશે. બોર્ડના સચિવ જય શાહે
રવિવારે આની જાહેરાત કરી. શાહે X પર
લખ્યું- 'મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે T-20
વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125
કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. ટીમે સમગ્ર
ટુર્નામેન્ટ દરમિયાન જબરદસ્ત પ્રતિભા, સમર્પણ
અને ખેલદિલી દર્શાવી હતી. હું આ અસાધારણ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ,
કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપું છું.
ટીમ ઈન્ડિયા 2 દિવસ પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન બની
ટીમે 2 દિવસ પહેલા એટલે
કે 29મી જૂને T20 વર્લ્ડ કપ
જીત્યો હતો. ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના
દુકાળનો અંત કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું
હતું.