• Home
  • News
  • સુરતમાં વહેલી સવારથી પ્રિ-મોન્સૂનની એન્ટ્રી, સરદાર માર્કેટ, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
post

વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:17:22

સુરત: શહેરના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. સુરતના સરદાર માર્કેટ, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે પાસોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. 

31મેથી 4 જૂન સુધી કયા શહેરમાં વરસાદ પડી શકે છે
સુરત-અમદાવાદની સાથે આગામી 31મેથી 4 જૂન સુધી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post