• Home
  • News
  • રાજ્યમાં 24 કલાકમાં 81 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ મહેસાણાના ખેરાલુ તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ
post

પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ, નર્મદા, જામનગર, રાજકોટમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:33:09

અમદાવાદ: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના ખેરાલુ તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ પાટણ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જુનાગઢ, નર્મદા, જામનગર, રાજકોટ સહિતના જિલ્લામાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભરૂચ, ડાંગ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.

24 કલાકમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

જિલ્લો

તાલુકો

વરસાદ(MM)

મહેસાણા

ખેરાલુ

75

પાટણ

સિધ્ધપુર

73

સુરેન્દ્રનગર

વઢવાણ

70

સુરેન્દ્રનગર

ચુડા

54

પાટણ

રાધનપુર

46

છોટાઉદેપુર

કવાંટ

31

પાટણ

સરસ્વતી

30

જુનાગઢ

વંથાલી

29

24 કલાકમાં 10 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ(MM)

પાટણ

સાંતલપુર

27

જામનગર

કાલાવાડ

27

રાજકોટ

જેતપુર

23

જુનાગઢ

ભેંસાણ

22

સુરેન્દ્રનગર

સાયલા

21

જામનગર

જામજોધપુર

21

ભરૂચ

હાંસોટ

21

ડાંગ

આહવા

21

અમરેલી

ખાંભા

16

છોટાઉદેપુર

પાવીજેતપુર

15

 

adv

Related News

post
post
post
post
post
post
post