• Home
  • News
  • રજત ભાટિયાએ નિવૃત્તિ લીધી, ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ-A અને T-20 ત્રણેયમાં 100થી વધુ મેચ રમ્યા છતાં ક્યારેય ઇન્ડિયન ટીમમાં સ્થાન ન મેળવનાર એકમાત્ર ક્રિકેટર
post

ભાટિયા 2012માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જીતનાર કોલકાતા નાઇટ રાઈડર્સ ટીમના સદસ્ય હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:17:32

ક્રિકેટ જગતમાં કુલ 28 ખેલાડીઓ એવા છે જેમણે ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ-A અને T-20 ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી, પરંતુ પોતાના દેશ માટે રમવાની ક્યારેય તક ન મળી. આ સૂચિમાં એકમાત્ર ભારતીય રજત ભાટિયા છે. ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ભાટિયાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ભાટિયા 20 વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા હતા. છેલ્લે 2018-19ની સીઝનમાં ઉત્તરાખંડ માટે રમેલા અને ટીમની કપ્તાની કરી હતી. તેઓ પોતાનું મોટાભાગનું ક્રિકેટ પોતાની હોમ ટીમ દિલ્હી વતી રમ્યા હતા.

ભાટિયા 2012માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જીતનાર કોલકાતા નાઇટ રાઈડર્સ ટીમના સદસ્ય હતા. તેઓ દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે પણ રમ્યા હતા.

ભાટિયાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 112 મેચમાં 49.10ની એવરેજથી 6482 રન કર્યા હતા. જેમાં 30 ફિફટી અને 17 સદીનો સમાવેશ થાય છે. જ્યારે આ દરમિયાનની 27.97ની એવરેજથી 137 વિકેટ ઝડપી હતી. લિસ્ટ-Aની વાત કરીએ તો ભાટિયાએ 119 મેચમાં 41.05ની એવરેજથી 3038 રન, જ્યારે 31.66ની એવરેજથી 93 વિકેટ ઝડપી હતી. T-20માં તેમણે 146 મેચમાં 21.56ની એવરેજથી 1251 રન, જ્યારે 27.20ની એવરેજથી 111 શિકાર કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post