• Home
  • News
  • રાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે
post

જો કોઈ સોસાયટીમાં 50 કરતા વધુ લોકો વેક્સિન મુકાવવા ઇચ્છતા હશે તો હવે સોસાયટીમાં પણ વેક્સિન મૂકવા આરોગ્ય વિભાગની ટીમો જશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 11:37:36

રાજકોટ :સૌથી ઓછા વેક્સિનેશનવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. અહી અંધશ્રદ્ધા અને ડરને કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે. ત્યારે રાજકોટનુ તંત્ર વેક્સિન વધારવા પણ જોર આપી રહ્યું છે. આ માટે ગામડાઓમાં પણ લોકોને સમજાવવા માટે એક્સપર્ટસની ટીમો ઉતારી છે, જે લોકોને વેક્સિનેશન માટે સમજાવી રહી છે. ત્યારે આ વચ્ચે વેક્સિનેશન વધારવા રાજકોટ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. રાજકોટમાં 18 થી 43 વર્ષના 50 થી વધુ લોકો હશે તો સોસાયટીમાં પાલિકાની ટીમ આવીને વેક્સિનેશન કરશે.

રાજકોટ પાલિકાના નવા નિર્ણય મુજબ, જો કોઈ સોસાયટીમાં 50 કરતા વધુ લોકો વેક્સિન મુકાવવા ઇચ્છતા હશે તો હવે સોસાયટીમાં પણ વેક્સિન મૂકવા આરોગ્ય વિભાગની ટીમો જશે. આ માટે સોસાયટીઓ દ્વારા લિસ્ટ તૈયાર કરી આરોગ્ય વિભાગને આપવાનું રહેશે. આરોગ્ય વિભાગનો સ્ટાફ ખરાઈ કરી પછી વેક્સિન મૂકવા જશે. 

સાથે જ રાજકોટમાં 90 ટકા રીક્ષા ચાલકોએ વેક્સિન ન લીધી હોવાનું સામે આવ્યુ છે. તેથી પોલીસને સાથે રાખી સમજાવવામાં આવશે. ઉપરાંત રાજકોટમાં જ્યાં સૌથી ઓછું વેક્સિનેશન છે તેવા વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ સમજાવશે. રાજકોટ પાસે 15 દિવસ રોજ 20,000 લોકોને વેક્સિન અપાય તેટલા ડોઝ ઉપલબ્ધ છે. 

તો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડ્યું છે. જે મુજબ, વેપાર-ધંધામાં વેપારીએ વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર અથવા છેલ્લા 10 દિવસમાં કોરોના ટેસ્ટિંગ કરાવ્યાનો રિપોર્ટ સાથે ફરજિયાત છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જાહેરનામાનું પાલન કરવા હુકમ કરાયો છે. 9 જૂનથી 30 જૂન સુધી આ જાહેરનામુ અમલવારી રહેશે. શાકભાજીના વિક્રેતા, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન ગલ્લા, હેર સલૂન, બ્યુટી પાર્લર, શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષમાં દુકાનદારોને લાગુ પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post